કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત સહિત ના મહાનુભાવો એ CPR ટ્રીટમેન્ટનું લાઈવ નિદશૅન કયુઁ..
પાટણ તા. 2
પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા રવિવારના દિવસે પાટણની ધારપુર GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે CPR ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જેનો મુખ્ય ઉદ્દેશ જયારે કોઈ વ્યક્તિને હૃદયરોગનો હુમલો આવે તે સમયે કાર્ડીયો પલ્મનરી રીસેસીટેશન(CPR)ની પ્રાથમિક સારવાર આપવાથી હોસ્પિટલ સુધી પહોંચવાનો સમય મળી શકે છે અને દર્દીનો જીવ બચાવી શકાય છે.
છેલ્લા કેટલાક સમયથી હાર્ટએટેકથી અને તેમાંય યુવાનોના મૃત્યુનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે નાના વયે લોકો હ્રદયરોગના હુમલાનો શિકાર બની રહ્યા છે. ત્યારે યુવાનોને CPR ની તાલીમ આપીને અવેરનેસ સાથે કોઈને હ્રદયરોગનો હુમલો આવ્યો હોય ત્યારે સંજીવ ની સમાન સીપીઆર સારવાર દ્વારા દર્દીનો જીવ બચાવી શકાય તે માટે આવી તાલીમ ખૂબજ આવશ્યક અને આવકારદાયક છે.
ધારપુર મેડિકલ કોલેજ ખાતે આયોજિત આ કાર્યક્રમ મા રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત, ડો.યોગેશાનંદ ગોસ્વામી, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી, કે.સી. પટેલ, પાટણ જીલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા,પાટણલોકસભા પ્રભારી અશોકભાઈ જોશી, જિલ્લા ભાજપ ના મહામંત્રીઓ, સહિત ભાજપ ના પદાધિકારીઓ, વિવિધ પાંખના પ્રમુખો, જીલ્લા, તાલુકા, નગર મળી ચારેય વિધાનસભા ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી રજિસ્ટ્રેશન કરી અને ટ્રેનિંગ લીધી હતી.
આ પ્રસંગે કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને ડો. યોગેશાનંદ ગોસ્વામી એ જરૂરી માર્ગદર્શન આપ્યું હોવાનું પાટણ લોક સભા મીડિયા ઇન્ચાર્જ જયેશ દરજી અને ગોવિંદ પ્રજાપતિએ જણાવ્યું હતું.