ત્રણ શખ્સોને ચોરીના મુદ્દા માલ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરતી સિદ્ધપુર પોલીસ..
પાટણ તા. 1
પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટાફ દ્વારા સિધ્ધપુર પંથકમાં થયેલ ઘર ફોડ ચોરીના ગુના ને ગણતરીના કલાકોમાં ઉકેલી મુદ્દા માલ સાથે આરોપીઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓને ડામી દેવાને વણ ઉકેલાયેલા ગુનાઓને શોધી કાઢવા જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ પોલીસ મથકોએ આદેશ કરાયા હોય જેને ધ્યાનમાં રાખી સિધ્ધપુર પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીગમા હતા દરમ્યાન બાતમી મળી હતી કે કેટલાક ઇસમો લપાતા છુપાતા બિંદુ સરોવર દીપક પાઇપ ફેક્ટરી પાસે ઉભા છે
જે બાતમી ના આધારે સિધ્ધપુર પોલીસ ધટના સ્થળે પહોંચતા ઉપરોક્ત ઈસમો મો.સા લઇ નાશવા જતા પોલીસે તેઓને પકડી પાડી યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા તેઓએ સિધ્ધપુર પો.સ્ટે.મા નોધાયેલ ગુનામાં સંડોવાયેલા હોવાનું માલુમ પડતા પોલીસે તમામની અટકાયત કરી ગુનાના કામે ચોરીમા ગયેલ મુદદામાલ કબ્જે કરી આગળની ઘટીત કાર્યવાહી હાથ ધરતા
પકડાયેલા ઈસમો એ પોતાના નામ
1 ઠાકોર અજયજી ઉર્ફે મેગી જશવંતજી
ઉ.વ.૨૧ રહે.દેથળી ચારરસ્તા પાસે ભારત ડેરીની સામે તા.સિધ્ધપુર જી પાટણ,
2 ઠાકોર નિકુલજી ભવાનજી
ઉ.વ ૨૨ રહે.સિધ્ધપુર ખોડીયારપુરા તા.સિધ્ધપુર જી પાટણ,
3 શેખ મોહસીન નુરુભાઇ
ઉ વ ૨૨ રહે.સિધ્ધપુર તાવડીયા ચાર રસ્તા હનુમાનપુરા તા.સિધ્ધપુર જી પાટણ હોવાનું જણાવ્યું હતું
પોલીસે તેઓની પાસે તાળા/શટર તોડવા ગેલ્વેનાઇઝ લોખંડની વળાંક વાળેલ પાઇપ(ખાતરીયુ), બ્લ્યુ ટુથ ઇયર ફોન નંગ ૧૬ કિ.રૂ.૭૦૦૦/-, વીવો વાય ૯૧ મોબાઇલ ફોન કિ. રૂ.૭૦૦૦/-, ચિલ્લર કિ.રૂ.૯૦૦/-,રોકડ રકમ કિ.રૂ.૬૦૫૦/-,પર બર્ડ્સ નંગ ૦૧ કિ.રૂ.૧૪૦૦/- નો મુદામાલ કબજે કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ સુત્રો એ જણાવ્યું હતું.