google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ શહેરના તપોધન બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ દ્વારા ચૈત્રી માસ નિમિત્તે સમૂહ ગરબાનું આયોજન કરાયું..

Date:

પુત્ર પ્રાપ્તિ સહિતની બાધા માનતા રાખનાર 33 પરિવારોએ સમાજના સહયોગથી સમૂહમાં ગરબા મહોત્સવ યોજાયો.

ચૈત્રી માસના સમૂહ ગરબા મહોત્સવ ના પૂર્ણાહુતિ પ્રસંગે નવચંડી યજ્ઞ સહિત સમૂહ પ્રસાદનું આયોજન કરાયું..

પાટણ તા. 3
દેવી શક્તિની આરાધના ના પવિત્ર ચૈત્ર માસમાં પાટણની ધર્મપ્રેમી જનતા દ્વારા અનેક ધાર્મિક કાર્યક્રમો અને ઉત્સવો સાથે ચૈત્રી ગરબા ના આયોજનો કરવામાં આવતા હોય છે. ત્યારે પાટણ શહેરમાં વસતા પાટણ તપોધન બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ દ્વારા છેલ્લા 40 વર્ષથી સમૂહ ચૈત્રી માસના ગરબા નું આયોજન સમાજની વાડી ખાતે દર પાંચ વર્ષે કરવામાં આવતું હોય છે.

ચાલુ વર્ષે પણ પવિત્ર ચૈત્ર માસ નિમિત્તે પાટણ તપોધન બ્રાહ્મણ જ્ઞાતિ સમાજના સમુહ ગરબાનું આયોજન સમાજની વાડી ખાતે ભક્તિમય માહોલ વચ્ચે કરવામાં આવ્યું છે. સમાજ દ્વારા આયોજિત કરાયેલા આ સમૂહ ગરબામાં ચાલુ ચૈત્રી માસમાં 33 જેટલા બાધા માનતા ના સમૂહ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હોવાનું સમાજ આગેવાનોએ જણાવ્યું હતું.

આ સમૂહ ગરબા ના ધાર્મિક પ્રસંગે પુત્ર પ્રાપ્તિ સહિત બાધા માનતા રખાયેલા પરિવાર ની મહિલાઓ દ્વારા માં બહુચરના ગુણલા ગાવા ગરબા ની રમઝટ મચાવી પોતાની મનોકામના પરિપૂર્ણ થયા હોવાની કામના સાથે ધન્યતા અનુભવી રહ્યા છે.
પાટણ તપોધન બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ દ્વારા દર પાંચ વર્ષે યોજાતા ચૈત્રી માસના આ સમૂહ ગરબામાં જોડાનાર પરિવાર પાસેથી ટોકન પેટે રૂપિયા 3100 લઈ તમામ પ્રકારની સુવિધાઓ સમાજ દ્વારા સમૂહ ગરબામાં પૂરી પાડવામાં આવતી હોવાનું સમાજ ના ટ્રસ્ટીગણ સહિત આગેવાનોએ જણાવ્યું હતું.

ચૈત્રી માસ દરમિયાન આયોજિત કરાયેલા આ સમૂહ ગરબા મહોત્સવ નું આગામી તારીખ ૨૧ ને શુક્રવાર “વૈશાખ સુદ એકમ” ના રોજ પૂર્ણાહુતિ કરાશે. આ સમૂહ ગરબા મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે સવારે નવચંડી યજ્ઞ તથા સવાર-સાંજ બંને ટાઈમ સમાજ પરિવારનું સમૂહ ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે.

આ સામૂહિક પ્રસંગના સંપૂર્ણ દાતા સમાજના સેવાભાવી પરિવારના ભૂમિકાબેન હિતેશભાઈ નવીનચંદ્ર રાવલ પરિવારે લહાવો લીધો હોય પાટણ તપોધન બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ દ્વારા તેમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યા છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ SOG ટીમે સમી પો. સ્ટે. ના પ્રોહી.ગુનાના ચાર વર્ષથી નાસતા ફરતા અમદાવાદ ના આરોપીને દબોચ્યો..

પાટણ તા.૧૬પાટણ એસ.ઓ.જી શાખાની ટીમે બાતમીના આધારે સમી પોલીસ...