બ. કા.પોલીસવડા ના માગૅદશૅન હેઠળ કામગીરી કરનાર પોલીસ ટીમ નો મૃતકના પરિવાર સાથે સમાજ અગ્રણીઓએ આભાર વ્યક્ત કર્યો…
પાટણ તા. ૬
આજથી એક મહીના પહેલા પાટણ શહેરના દુઃખવાડા મા રહેતા એક યુવાન ની લાશ શિહોરી કેનાલ માથી મળી આવેલ હતી જે બાબતની શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.પાટણ ના યુવાનની કેનાલ માથી મળેલી લાશ મામલે મૃતકના પરિવારજનો સહિત સમાજના સામા જીક કાર્યકરો અને સામાજિક આગેવાનો દ્વારા બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક અક્ષયરાજ મક વાણા ને રુબરુ મળી ને તપાસ તટસ્થ અને ઝડપી બને તે માટે રજુઆત કરતા જિલ્લા પોલીસ વડાએ તેઓને હૈયાધારણા આપી આ મામલે શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI બી.એલ.રાઈઝાદા ને તપાસ સોંપતા તેઓ દ્રારા ચારજ દિવસ મા તપાસ હાથ ધરી મૃતકના PM રિપોર્ટ , CDR રિપોર્ટ ( મોબાઈલ નંબર ની ડીટેલ) , રુબરુ તપાસ, બેન્કો ના તમામ નિવેદનો , જ્યા નોકરી કરતો હતો.
ત્યાં ના સ્ટાફ ના રૂબરુ નિવેદનો ના આધારે આ યુવાનનું મર્ડર નહીં પરંતુ તેને જાતેજ કોઈ અગમ્ય કારણોસર કેનાલ મા મોતની છલાંગ લગાવી આપઘાત કરેલ હોવાનું ફળીભૂત બન્યું હતું. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા ના માગદશૅન હેઠળ ઉપરોક્ત ધટના ની ની ઝડપી તપાસ અને ઝડપી કામગીરી થી સંતુષ્ટ થઈ ને મૃતક યુવકની પત્ની મયુરીબેન તથા મૃતકના પિતા ખેમચંદભાઈ સહિત સમાજના સામાજિક યુવા આગે વાન ડૉ.મનોજભાઈ પરમાર (વકીલ), કમલેશભાઈ સોલંકી,કીર્તિભાઇ સોલંકી, પા.ન.પા.ના પૂવૅ ઉપ પ્રમુખ શ્રીમતી ગીતાબેન ધીરજભાઈ સોલંકી સહિતનાઓએ બનાસકાંઠા જિલ્લા પોલીસવડા,શિહોરી PSI બી.એલ.રાઈઝાદા સહિતના સ્ટાફનો આભાર વ્યકત કર્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી