પાટણ તા.૧૬
પાટણ એસ.ઓ.જી શાખાની ટીમે બાતમીના આધારે સમી પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને દબોચી આગળ ની કાયૅવાહી માટે સમી પોલીસને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા નાસતા ફરતા આરોપીને પકડવા સારૂ સૂચના કરેલ હોઇ જે અનુસંધાને પાટણ એસ.જી ઇન્ચાર્જ પીઆઈ આર. જી. ઉનાગર ના માર્ગ દર્શન હેઠળ એક્શન પ્લાન બનાવી એસ.ઓ.જી. શાખા,પાટણ ની ટીમ સમી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતી
તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે, સમી પો.સ્ટે.મા પ્રોહી. ગુન્હામાં સંડોવાયેલ અને છેલ્લા ચાર વર્ષ થી નાસતા ફરતો આરોપી દિવાકર સંદિપ ઉર્ફે કાળીયો શ્રીકિશન રહે.- અમદાવાદ વસંતનગર છાપરા ઠક્કર બાપા નગર કૃષ્ણનગર તા.જિ. અમદાવાદ વાળો હાલ સમી હાઇવે ગુર્જરવાડા ચાર રસ્તા ખાતે હાજર હોઇ
જે આધારે ખાત્રી કરતાં સદર આરોપી મળી આવતાં તેને સીઆરપીસી. કલમ-૪૧ (૧) આઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી કરવા સારુ સમી પો.સ્ટે. સુપ્રત કરવામાં આવતાં આગળ ની કાયૅવાહી સમી પોલીસે હાથ ધરી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી