fbpx

નરેન્દ્રભાઈ મોદીએ દેશના વડાપ્રધાન પદે ત્રીજી વખત સપથ ગ્રહણ કરતાં પાટણ મોદી સમાજે ખુશી વ્યક્ત કરી..

Date:

પાટણ તા. ૧૦
ગુજરાત ના પનોતા પુત્ર અને મોદી સમાજના ગૌરવ સમાન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રવિવારે ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરતા પાટણ મોદી સમાજે ગૌરવ ની લાગણી અનુભવી ખુશી વ્યક્ત કરી હતી.

પાટણ મોદી સમાજ દ્વારા શહેરના સિધ્ધી સરોવર સમીપ આવેલ શ્રી બાળા બહુચર માતાજીના મંદિર પરિસર ખાતે વિશેષ પુજા અચૅના કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના વડપણ હેઠળ ભારત દેશ વિકાસ ની હરણફાળ ભરે તેવી કામનાઓ સાથે ફટાકડાની આતશબાજી કરવામાં આવી હતી.

આ ખુશી ના પ્રસંગે પાટણ મોદી સમાજના આગેવાન ડી. કે. મોદી, વસંતભાઈ મોદી, હસુભાઈ મોદી સહિત ના આગેવાનો, યુવાનો સહભાગી બન્યાં હતાં.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના રાજમહેલ રોડ પર ડો.પ્રવિણભાઈ પટેલ ની નવ નિર્મિત હર્ષરાજ હોસ્પિટલ નો પ્રારંભ..

હર્ષરાજ હોસ્પિટલના પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત સગા-સબંધી અને સ્નેહી મિત્રો...