સ્થાનિક તરવૈયાઓ અને પાલિકાની ફાયર રેસ્ક્યુ ટીમે ત્રણેય માસુમ ની લાશોને વોકળા માંથી બહાર કાઢી સિવિલ ખાતે પીએમ માટે ખસેડ્યા..
પાટણ તા. 3
સરસ્વતી તાલુકાના સુજનીપુર ગામે ધોરણ આઠમાં ભણતા ત્રણ મિત્રો બપોરે સ્કૂલેથી છૂટ્યા બાદ પોત પોતાના ઘરે દફતર મૂકીને સીમ વિસ્તારમાં લટાર મારવા નીકળ્યા હતા.
ત્યારે પાણીની તરસ લાગતા સુજનીપુર પાસે આવેલ સુજલામ સુફલામ નજીક ના વોકળા માં પાણી પીવા જતા પગ લપસતા ત્રણેય બાળકો બે માથોડા ઊંડા પાણી માં ગરક થતા અને આ બનાવની જાણ ખેતરેથી ઘરે જઈ રહેલા કેટલાક લોકોને થતાં
તેઓએ ગ્રામજનોને જાણ કરતા ગામ લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.અને સ્થાનિક તરવૈયા ઓ અને પાટણ ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમની મદદથી બાળકોને વોકળા માંથી બહાર કાઢ્યા હતા.પરંતુ ત્રણે બાળકો પ્રાણ પખેરૂ ઉડી ગયા હોય બનાવ ના પગલે પરિવાર જનોમાં તેમજ ગામજ નો માં ગમગીની છવાઈ જવા પામી હતી.
ત્રણેય મૃતક બાળકોને પીએમ અર્થે 108 અને ખાનગી વાહન મારફતે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા બનાવ ની જાણ સરસ્વતી પોલીસ ને કરાતા પોલીસે પણ પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે આવી ગ્રામજનો ના નિવેદન આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
સુજનીપુર ગામના સીમ વિસ્તારમાં આવેલા વોકળા માં પાણી પીવા જતા જીવ ગુમાવેલ ત્રણ માસૂમો પૈકી મોન્ટુ કાંતિલાલ ચમાર ઉંમર વર્ષ 14,ભરવાડ સચિન રામાભાઇ ઉંમર વર્ષ 14 અને વાલ્મિકી જયેશ હરદેવભાઇ ઉંમર વર્ષ 14 હોવાનું જાણવા મળ્યું છે.
બનાવના પગલે સમસ્ત સુજનીપુર ગામમાં અને મૃતક બાળકોના પરિવારજનોમાં ગમગી ની સાથે ઘેરા શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી.