દારૂ નો જથ્થો પુરો પાડનાર રાજસ્થાનના શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિશીલ કયૉ..
પાટણ તા. ૩૦
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના વાસા ગામની સીમમાં આવેલ બોરની ઓરડીમાં રખાયેલ વિદેશી દારૂ ના જથ્થા સાથે બુટલેગર ને ઝડપી લેવામાં પાટણ એલસીબી ટીમ ને સફળતા મળતા ટીમે વિદેશી દારૂ ના જથ્થા સાથે બુટલેગર ની અટકાયત કરી વિદેશી દારૂ નો જથ્થો પુરો પાડનાર શખ્સને ઝડપી લેવાના ચક્રો ગતિશીલ કયૉ હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રવિન્દ્ર પટેલ નાઓએ પાટણ જીલ્લામાંથી પ્રોહી.લગતની ગે.કા.પ્રવૃતિ દુર કરવા કરેલ સુચના આધારે પાટણ એલસીબીઈન્ચાર્જ પી આઈ વી. આર. ચૌધરીએ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો સાથે હારીજ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું
દરમ્યાન બાતમી હકીકત મળેલ કે વાંસા ગામની સિમમાં દુનાવાડા ગામ જવાના રસ્તે આવેલ વાલાજી ઠાકોરના બોર ઉપર રહેતો ઠાકોર સંજયજી વાલાજી ઉર્ફે જલાજીનાઓ તેના રહેણાંક મકાનની ઓરડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખી વેચાણ કરી રહેલ છે
જે હકીકત આધારે પંચોના માણસો સાથે એલસીબીએ ઉપરોક્ત સ્થળ પર રેડ કરતા હકીકત વાળી જગ્યાએથી બાતમી વાળો ઈસમ હાજર મળી આવતા તેને સાથે રાખી પંચો રૂબરૂ તેના રહેણાંક મકાન ની ઓરડીની ઝડતી તપાસ કરતાં બંધ ઓરડીમાંથી ગે.કા. ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૩૭૦ કિં.રૂ.૪૫,૧૧૬/- નો પ્રોહી મુદ્દા માલ મળી આવતા ઠાકોર સંજયજી વાલાજી ઉર્ફે જલાજી રહે વાંસા તા. હારીજ જી.પાટણ ને મુદામાલ સાથે અટક કરી હારીજ પોલીસ મથકે ગુનો દાખલ કરાવી વિદેશી દારૂ નો જથ્થો પુરો પાડનાર બિશ્નોઇ જગદીશ તેજારામ રહે નેરીનાડી ધોરીમન્ના રાજસ્થાન ને ઝડપી લેવા ચક્રો ગતિશીલ કયૉ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી