નો પાર્કિંગ ઝોનમાં તેમજ લોકોને અડચણ રૂપ બનતા વાહનો ડીટેઇન કરી દંડકીય કાર્યવાહી હાથ ધરાતા વાહન ચાલકો માં ફફડાટ..
પાટણ તા. 4
પાટણ જિલ્લા ના રાધનપુર ખાતે એસટી ડેપો અને તેની આજુ બાજુ ના વિસ્તારો માં અડચણ રૂપ બને એવી રીતે વાહનો પાર્ક કરી ઊભા રહેનાર વાહનો ચાલકો સામે રાધનપુર પોલીસે મંગળવારે કડક કાર્યવાહી હાથ ધરી કેટલીક રીક્ષા ઓ અને બાઈકો સામે દંડકીય કાર્યવાહી વાહન એકટના ગુના દાખલ કરતાં વાહન ચાલકો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
રાધનપુર શહેરના મુખ્ય બજાર માર્ગોને બસ સ્ટેશન વિસ્તારની આજુબાજુમાં કેટલાક ખાનગી વાહન ચાલકો દ્વારા અને ઓટો રીક્ષા દ્વારા પોતાના વાહનો આડેધડ પાર્ક કરી ટ્રાફિક ની સમસ્યા સર્જતા હોય જેને લઈને રાહદારીઓને તેમજ વેપારી ઓને અનેક યાતના ઓ ભોગવી પડતી હતી અને આ બાબતે પોલીસ તંત્ર દ્વારા અને નગર પાલિકા તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાય તેવી માંગ ઉઠવા પામી હતી
ત્યારે મંગળવારના રોજ રાધનપુર પોલીસે આડેધડ વાહનો પાર્કિંગ કરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા તેમજ લોકોને અડચણ રૂપ રીતે પાર્ક કરેલા ઓટો રિક્ષા અને ખાનગી વાહનો ડીટેઇન કરી વાહન એક્ટ ની કલમ મુજબ ગુનાઓ નોંધાવી દંડકીય કાર્ય વાહી હાથ કરતા આડેધડ પાર્ક કરતા વાહન ચાલકો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો તો પોલીસ તંત્રની આ કામગીરી ને રાધનપુર ના શહેરીજ નો સહિત વેપારી ઓએ સરાહનીય લેખાવી હતી.