google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

હારીજ હાઇવે પરની પાઘડી હોટલ પર જમવા બાબતે ત્રણ શખ્સો એ ફાયરિંગ કરતા સનસનાટી મચી..

Date:

ફાયરિંગ મામલે હોટલ માલિક દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે સીસી ટીવી કુટેજ આધારે તપાસ ના ચક્રો ગતિમાન બનાવ્યા..

હારીજ પંથકમાં અવાર નવાર બનતી ફાયરિંગની ઘટનાઓને લઈ વિસ્તાર ના લોકો માં ભયનો માહોલ છવાયો.

પાટણ તા. 4
પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં અવારનવાર બનતી ફાયરિંગ ની ઘટનાઓ ને પગલે વિસ્તાર ના લોકો માં ફફડા ટ સાથે ભયનો માહોલ સર્જાયો છે ત્યારે ગતરાત્રિ ના સુમારે હારીજ પાટણ હાઈવે માર્ગ પર આવેલા બોરતવાડા નજીકની એક હોટલ ઉપર જમવા આવેલા ત્રણ શખ્સો એ હોટલ ની સર્વિસ ને લઈને માથાકૂટ કરીને હોટલ માલિક ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાની ઘટના સર્જાતા સનસનાટી મચી જવા પામી હતી ત્યારે પોલીસ તંત્ર દ્વારા ફાયરિંગ ની ઘટનાને ગંભીરતાપૂર્વક લઈ કાયદેસર ની કડક કાર્યવાહી હાથ ધરાય તેવી માગ પ્રબળ બનવા પામી છે.

ફાયરિંગની ઘટનાની મળતી હકીકત મુજબ પાટણ હારીજ હાઇવે માર્ગ પર બોરતવાડા ગામ નજીક આવેલી પાઘડી કાઠીયાવાડી હોટલ ઉપર સોમવાર ની રાત્રે 12:00 કલાકે ત્રણ શખ્સો બાઈક ઉપર જમવા માટે આવ્યા હતા અને જમવાનો ઓર્ડર આપ્યો હતો પરંતુ ઓર્ડર આપ્યા બાદ હોટલના સંચાલકો દ્વારા વ્યવસ્થિત સર્વિસ નહીં અપાતા ઉપરોક્ત ત્રણેય શકશો ઉશ્કેરાઈ ગયા હતા અને વેઇટર સાથે ઝપાઝપી કરતા હોટલના માલિકે મામલો શાંત પાડવા નો પ્રયાસ કર્યો હતો પરંતુ ઉસકેરાયેલા ત્રણેય ઈસમોએ હોટલ સંચાલક સાથે પણ અસભ્ય વર્તન કરી એક વ્યક્તિ એ પોતાની પાસે રહેલી રાયફલ માંથી હોટલ માલિક ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જોકે હોટલ માલિકે સમય સૂચકતા વાપરતા તેઓનો આબાદ બચાવ થવા પામ્યો હતો.

ફાયરિંગ કરનાર ત્રણેય શકશો બાઈક ઉપર ફરાર થતા અને આ બાબતની જાણ હોટલ માલિક દ્વારા હારીજ પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હોટલના સીસીટીવી ફૂટેજ ના આધારે ફાયરિંગ કરનાર શખ્સોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન બનાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે પાટણ જિલ્લાના હારીજ પંથકમાં અવારનવાર બનતા ફાયરીંગના બનાવો વિસ્તારના લોકોમાં ફફડાટ સાથે ભયનો માહોલ ઉભો થવા પામ્યો છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા આવા અસામાજિક તત્વોને નસિયત કરવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ પ્રબળ બનવા પામી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

વાહન અકસ્માતનો ગુનો કરી ફરાર થયેલા શખ્સને પોલીસે ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી..

વાહન અકસ્માતનો ગુનો કરી ફરાર થયેલા શખ્સને પોલીસે ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી.. ~ #369News

શ્રી.વૈજનાથ મહાદેવ મંદિર પરિસર ખાતે ઓતિયા પરિવાર દ્વારા યજ્ઞ કરાયો..

પરિવારના સભ્યો સહિત સગા સંબંધી અને સ્નેહી મિત્રોએ ઉપસ્થિત...

સિદ્ધિ સરોવરની ફરતે ઊગી નીકળેલા જાડી જાખરા પાલિકા તંત્ર એ જેસીબી મશીન ની મદદથી દૂર કર્યા…

સુસાઇડ પોઇન્ટ તરીકે પંકાયેલા સિદ્ધિ સરોવરમાં બનતા અકસ્માતના બનાવને...

સિદ્ધપુર માં ભગવાન શ્રીરામ ના ગગનભેદી નારા સાથે શોભાયાત્રા નીકળી..

સિદ્ધપુર માં ભગવાન શ્રીરામ ના ગગનભેદી નારા સાથે શોભાયાત્રા નીકળી.. ~ #369News