fbpx

ધારપુર ના DEIC વિભાગ દ્વારા વર્લ્ડ ઓટીઝમ એવર નેસ દિવસ ની ઉજવણી કરાઈ…

Date:

પાટણ તા. 4
GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, ધારપુર -પાટણ ખાતે ના DEIC (ડિસ્ટ્રિક્ટ અર્લી ઈન્ટરવેન્સન સેન્ટર) વિભાગ દ્વારા હોસ્પિટલના તબીબી અધિક્ષક ના માર્ગદર્શન હેઠળ World Autism Awareness Day (વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ)ની ઉજવણી કરવા મા આવી હતી.

DEIC વિભાગમાં નિયમિતપણે ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર ધરાવતા બાળકો થેરાપી માટે આવે છે. આ ઓટીઝમ ધરાવતા બાળકો ને આંખ થી સંપર્ક કરવા માં, અન્ય સાથે વાત ચીત કરવામાં, ભાષા નો ઉપયોગ કરવામાં, સ્થિર ઉભા રહેવા કે બેસવા માં, પોતા ની લાગણી ઓ નિયંત્રિત કરવા માં, બીજી વ્યક્તિ ના દ્રષ્ટિકોણને સમજવા માં ખૂબ જ મુશ્કેલી પડે છે.

DEIC વિભાગમાં ફરજ બજાવતા ફિજીયોથેરા પીસ્ટ તથા સ્પેશ્યલ એજ્યુ કેટર દ્વારા આ બાળકો ને જરૂરી એવી તમામ થેરાપી નિયમિત રીતે આપવાના કારણે એ બાળકો માં આંખો થી સંપર્ક કરવા માં, અન્ય સાથે સંબંધ કેળવવા માં, સ્થિર બેસવા-ઉભા રહેવા માં એવા તમામ વર્તનો માં હકારાત્મક પરિણામ જોવા મળ્યું છે. જે DEICની મોટી સફળતા ગણી શકાય. વિશ્વ ઓટીઝમ એવરનેસ દિવસ ના રોજ આ બાળકો ને જુદી-જુદી રમતો રમાડી તેઓને કીટનું વિતરણ કરવા માં આવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરમાં આગામી તા. ૧૦ મી ફેબ્રુઆરી ના રોજ ૫૦૦૦ લાભાર્થીને પ્રધાનમંત્રી આવાસો ના મકાન સુપ્રત કરાશે..

રાજયકક્ષાનો કાર્યક્રમ ડીસા ખાતે મુખ્યમંત્રી ની પ્રેરક ઉપસ્થિતિ અને...