પાટણ તાલુકા વિકાસ અધિકારી ને સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન દ્રારા લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ..
પાટણ તા. 4
પાટણ તાલુકાના વિકાસ ના કામો ના ચુકવણા તલાટીઓ ની હડતાળ ના પગલે અટકયા હોય જે તાત્કાલિક ધોરણે ચુકવવા માં આવે તેવી લેખિત રજૂઆત પાટણ તા. પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર દ્રારા તાલુકા વિકાસ અધિકારી પાટણ ને રજુઆત કરવામાં આવી છે.
સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન દ્રારા કરવામાં આવેલ રજુઆત મા તેઓએ જણાવ્યું છે કે પાટણ તાલુકા ના વિકાસ ના કામો ના ચુકવણા તલાટીઓ ના હડતાળ ના પગલે ન થતાં ગામજનો તથા પદાધિકારીઓ ની રજુઆત સંદર્ભે તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત કચેરી પાટણ ની રૂએ આપને લેખિત તેમજ મૌખિક રજુઆત કરી સત્વરે વિકાસ ના કામો ના તલાટી, વહીવટ દાર લેવલે બાકી ચુકવણા હોય એવા ગામો, ખાનપુરડા,ખાનપુર-રાજકુવા, નોરતા-વાંટા, દુધારામ પુરા, મણુંદ, કુણધેર, મીઠી વાવડી, બોરસણ, કમલીવાડા, દિયોદરડા, સાંતી, ગામોના સત્વરે નિયમોનુ સાર કાર્યવાહી કરી ચુકવણા કરવા માં આવે તેવી રજુઆત પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન નરેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હોવા નું તેઓએ જણાવ્યું હતું.