fbpx

અમદાવાદમાં 28 મી એ IPL ની ફાઈનલ, એ જ દિવસે જ કમોસમી વરસાદ ક્રિકેટ પ્રેમીઓ ની મજા બગાડી શકે છે

Date:

અમદાવાદમાં બે દિવસ બાદ આઈ પી એલ ની ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે ત્યારે ફાઈનલ મેચના દિવસે જ વરસાદ ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી

અમદાવાદમાં બે દિવસ બાદ આઈપીએલની ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે ત્યારે ફાઈનલ મેચના દિવસે જ વરસાદ ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 28 મેના રોજ વરસાદ ની આગાહી કરાઈ છે. અમદાવાદ આગામી ફાઈનલ મેચનું સાક્ષી બની રહ્યું છે. ત્યારે કમોસમી વરસાદના કારણે મેચની મજા બગડી પણ શકે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં 28 મેથી કમોસમી વરસાદ પડી શકે છે. અમદાવાદ માં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જ્યારે મેચની મજા માણવા માટે ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ અત્યારથી જ જોવા મળી રહ્યો છે. ત્યારે મેચ પહેલા મજા ક્રિકેટ પ્રેમીઓની બગડી શકે છે.

અમદાવાદમાં બુધવારે મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. ગુરુવારે તે વધીને 43.4 ડિગ્રી થયું હતું. ત્યારે આજે પણ ગરમીનો પારો વધી શકે છે. બપોરના સમયે તીવ્ર ગરમીથી લોકો પરેશાન પણ થઈ રહ્યા છે. ત્યારે આ વચ્ચે ક્રિકેટનો ફીવર આજથી અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે.

ગઈકાલે ગુજરાતનું અમદાવાદ ગુરુવારે સૌથી ગરમ શહેર હતું. અમદાવાદમાં આગામી બે-ત્રણ દિવસમાં વાતાવરણ ગરમ રહેવાની સંભાવના છે. 28 મે પછી અહીં વરસાદ પડી શકે છે. બે દિવસમાં સાબરકાંઠા,બનાસકાંઠા,મહેસાણા, પાટણ, વડોદરા,ભરૂચ,આણંદ,અમરેલી, રાજકોટ અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિ ના કન્વેશન હોલમાં નવા કુલપતિ અને રજીસ્ટાર નો વંદન અભિનંદન કાર્યક્રમ યોજાયો…

ગોતરકા આશ્રમના સંત બ્રહ્મમુની મહારાજેઆશીર્વાદ પાઠવ્યા.. પાટણ તા. ૧૫હેમચંદ્રાચાર્ય ઉત્તર...

પાટણ ખાતે આયોજિત શિવકથા ના આયોજન ને સફળ બનાવવા યજમાન પરિવાર દ્વારા વિવિધ સમિતિઓની રચના માટે સંયુક્ત મીટીંગ બોલાવી..

પાટણ ખાતે આયોજિત શિવકથા ના આયોજન ને સફળ બનાવવા યજમાન પરિવાર દ્વારા વિવિધ સમિતિઓની રચના માટે સંયુક્ત મીટીંગ બોલાવી.. ~ #369News

આર્મ એકટના ગુનામા નાસતા ફરતા ગેઝેટેડ આરોપીને વારાહી પોલીસે પકડ્યો…

પાટણ તા. ૧પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રવિન્દ્ર પટેલ નાઓએ...