અત્યાર સુધીમાં 300 ઉપરાંત જરૂરિયાત મંદોને સરકારી યોજનામાં ઉપયોગી ડોક્યુમેન્ટો પોતાના સમય દાન થકી કઢાવી આપ્યા.
સંજયભાઈ મોદીની સમય સેવાદાની સેવા પ્રવૃત્તિ જરૂરીયાત મંદ પરિવારો સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનોમાં સરાહનીય બની છે. .
પાટણ તા. 4
પાટણ શહેરમાં અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા જરૂરિયાત મંદોને તન મન અને ધનથી સેવાની મદદ કરવામાં આવતી હોય છે. ત્યારે પાટણ શહેરમાં આવી સેવાકીય સંસ્થાઓ ની સાથે સાથે સેવાભાવી વ્યક્તિઓ દ્વારા પણ જરૂરિયાત મંદોને ઉપયોગી બની પોતાના સેવા કાયૅ ને અવિરત પણે આગળ ધપાવી રહ્યા છે.
પાટણ શહેરમાં રાજકારણની સાથે સાથે અનેકવિધ સેવાકીય, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા અને માનવસેવામાં હંમેશા તત્પર બની કાર્યકર્તા સંજયભાઈ મોદી કે જેઓ દ્વારા અત્યાર સુધીમાં સરકારની વિવિધ યોજના ઓ ની જાણકારી જરૂરિયાત મંદો સુધી પહોંચાડી સરકારી સહાય મેળવવા ઈચ્છતા જરૂરિયાતમંદ પરિવારો ના ખૂટતા ડોક્યુમેન્ટો અપાવવા તેઓની સાથે રહીને સમય દાન આપી માનવતાનું ઉત્તમ દાયત્ય અદા કરી રહ્યા છે.
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાના જરૂરિયાત મંદો માટે માનવ સેવાની પ્રવૃત્તિ કરી રહેલા સંજયભાઈ મોદી પાટણ શહેર ભારતીય જનતા પાર્ટીમાં બક્ષીપંચ મોરચામાં મંત્રી તરીકેની જવાબદારી નિભાવવાની સાથે સાથે જરૂરિયાતમંદ પરિવારોને આધારકાર્ડ, રેશનકાર્ડ, આવકનો દાખલો, ઈ-શ્રમ કાર્ડ, આયુષ્યમાન ભારત કાર્ડ, વિધવા સહાય યોજના, માં અન્નપૂર્ણા યોજના જેવી અનેક સરકારી યોજનાઓ માં જરૂર પડતા ડોક્યુમેન્ટો જરૂરિયાતમંદ પરિવારને સાથે રાખી પોતાના સમય દાન થકી અપાવવા માટે મદદરૂપ બની રહ્યા છે.
સંજયભાઈ મોદી દ્વારા અત્યાર સુધીમાં 300 ઉપરાંત જરૂરિયાત મંદોને વિવિધ પ્રકારના ડોક્યુમેન્ટો કઢાવી આપવામાં પોતાનો કિંમતી સમય ફાળવીને માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.સંજયભાઈ મોદીની આ માનવ સેવાને જરૂરિયાત મંદ પરિવારો સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનો પણ સરાહનીય લેખાવી રહ્યા છે.. વેલ ડન સંજય મોદી વેલ ડન…