fbpx

પાટણ શહેરના દોશીવટ બજાર નજીક બે બાઈકો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં આશાસ્પદ પ્રજાપતિ યુવાનનું મોત નીપજ્યું…

Date:

મૃતક યુવકના ભાઈની ફરિયાદ આધારે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..

પાટણ તા.16
પાટણ શહેર ના હાઈવે માગૅ ની સાથે સાથે શહેરી વિસ્તારના માગૅ પર પણ પુરઝડપે પસાર થતાં ટુવ્હીલર વાહન ચાલકો દ્રારા અવાર નવાર અકસ્માતોની ઘટના સર્જાતિ હોય છે અને આવી ઘટનામાં ક્યારેક ક્યારેક વાહન ચાલકો સાથે માથાકૂટો પણ થતી રહેતી હોય છે ત્યારે ગતરો જ રાત્રિના સુમારે શહેરના દોશીવટ બજાર નાકે બે બાઈકો સામ સામે અથડાતા આશાસ્પદ પ્રજાપતિ યુવાનને ગંભીર ઇજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે ઈસમો ને ઈજાઓ થતા 108 દ્રારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો આ અકસ્માતના બનાવની પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેર દોશીવટ બજાર નાકે નોરતાની પ્રથમ રાત્રીએ શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીક આવેલ માધવનગર સોસાયટીમાં રહેતા અને જુનું ઘર શહેરના ખોખરવાડા વિસ્તારમાં ધરાવતા સુરેશભાઈ બાબુલાલ પ્રજાપતિ નવરાત્રી ના તહેવાર દરમિયાન પોતાના જુના ઘરે માતાજીના મંદિરે પુજા પાઠ કરવા પોતાના જી. જે. 01- એન. ડી. 5798 નંબર ના બાઈક ઉપર ગયા હતા અને પુજા પાઠ કરી પરત માધવ નગર ખાતે જવા ખોખરવાડા થી નિકળ્યા હતા ત્યારે શહેરના દોશીવટ બજાર પાસે તેઓ પહોચતા સામે થી આવતાં બાઈક નં.જી.જે.24 એલ 0990 ના ચાલકે સુરેશભાઈ પ્રજાપતિ ના બાઈક ને ટક્કર મારતા સુરેશભાઈ રોડ પર પટકાયા હતા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓ બેસુધ્ધ બન્યા હતા.તો અકસ્માત સજૅનાર બાઈક ચાલકને પણ ઈજાઓ થવા પામી હતી.

શહેરના દોશીવટ બજાર નજીક બે બાઇક વચ્ચે થયેલા અકસ્માત ના બનાવના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. અને બનાવની જાણ પાટણ એ ડિવિઝન પોલીસને તેમજ 108 ને કરાતા 108 ના પાયલોટ ગુલાબ ખાન બલોચ અને ઇએમટી નિલેશ ચેતવાણી એ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બંને ઇજા
ગ્રસ્તોને 108 માં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા અને બેશુદ્ધ એવા સુરેશભાઈ પ્રજાપતિ નું મોત નિપજતા તેઓના પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

શહેરના દોશીવટ બજારમાં બે બાઈકો વચ્ચે થયેલી અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા સુરેશભાઈ પ્રજાપતિ ના ભાઈ પ્રજાપતિ રાજેશભાઈ બાબુલાલે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે અકસ્માત સર્જનાર બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ એ ડિવિઝન પીએસઆઇ પરમાર ચલાવી રહ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના જગદીશ મંદિર પરિસર ખાતે ભગવાનના પ્રાગટ્ય દિને કેળા સહિતના ફ્રુટનો મનોરથ સજાવ્યો

ભગવાન જગન્નાથજી ના પ્રાગટ્ય દિન નિમિત્તે સજાવેલ મનોરથ ના...

પાટણમાં સ્વાતંત્ર પર્વની ઉજવણીના ઉપલક્ષ્ય માં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ…

પાટણના ધારાસભ્ય તેમજ પાલિકા પ્રમુખ સહિતના આગેવાનોએ લીલી ઝંડી...