google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

જુનિયર ક્લાર્ક ની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા પાટણ આવેલા ઉમેદવારો માટે પાટીદાર યુવા સંગઠન અને ક્રિષ્ના ગ્રુપ દ્વારા સુવિધા ઉપલબ્ધ બનાવાય..

Date:

પાટણ તા. 9
પાટીદાર યુવા સંગઠન દ્વારા ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષાના વ્યવસ્થાના ભાગરૂપે પાટણની શ્રી કે.વી પટેલ શાંતિનિકેતન હાઈસ્કૂલ નજુ વિદ્યાર્થીઓ માટે ચા-પાણી નાસ્તો તેમજ જરૂરી સામાન મુકવાની નિશુલ્ક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

સંપૂર્ણ સુંદર વ્યવસ્થા સંસ્થાના પ્રમુખ અશોક ભાઈ પટેલ સમ્રાટ, મંત્રી ઉજ્જવલ પટેલ, ઉપપ્રમુખ અમિષ પટેલ, સહમંત્રી પરેશ પટેલ, જયેશ પટેલ, પ્રગ્નેશ પટેલ,સંજય પટેલ, નિતીન પટેલ, પિયુષ પટેલ, ભદ્રેશ પટેલ, અલ્પેશ પટેલ તથા સૌ કારોબારી મિત્રો દ્રારા કરવામાં આવી હતી. તો ક્રિષ્ના ગ્રુપ પાટણ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા આપવા આવતા ઉમેદવારો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ગોપાલક હાઈસ્કૂલ દ્વારકેશ છાત્રાલય અને ક્રિષ્ના ગ્રુપ ઓફ પાટણ દ્વારા આ સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું. ક્રિષ્ના ગ્રુપ ઓફ પાટણ દ્વારા રહેવા જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી. ક્રિષ્ના ગ્રુપ ઓફ પાટણના પ્રમુખ કિરણભાઈ દેસાઈએ જણાવ્યું હતું

પાટણ શહેરની ગોપાલક હાઇસ્કુલ ખાતે ભાઈઓ માટે અને દ્વારકેશ છાત્રાલય ખાતે બહેનો માટેની રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ સાથે સાથે પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચવા માટે કોઈપણ ઉમેદવારને તકલીફ ન પડે તે માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કિરણભાઈ દેસાઈ,વાઘુભાઈ દેસાઈ, બાબુભાઈ દેસાઈ, ગેમરભાઈ દેસાઈ મગનભાઈ દેસાઈ સહિત ક્રિષ્ના ગ્રુપના સભ્યો દ્વારા કરવામાં આવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

વિદેશી દારૂ નો જથ્થા ભરી ને જઈ રહેલ ક્રેટા ગાડી ઝડપી લેતી સાંતલપુર પોલીસ…

પાટણ તા. 29પાટણ જિલ્લાની સાંતલપુર પોલીસ ટીમે બાતમીના આધારે...