ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પેપર દરેક પરીક્ષા કેન્દ્રો પર પહોંચતા કરાયા હતા..
પાટણ તા. 9
પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષાનું આયોજન રવિવારે કરવામાં આવ્યું હતુ.
પાટણ જિલ્લા ના 96 કેન્દ્ર પર 31740 જેટલા ઉમેદવારોએ શાંતિ પૂણૅ માહોલ મા પરીક્ષા આપી હતી. દરેક પરીક્ષા કેન્દ્ર પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
પાટણ જિલ્લાના કેન્દ્રો માં સવારે 11 થી 12 વાગ્યા સુધી માં પરિક્ષાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. બપોરે 12: 30 વાગે પરીક્ષા નો પ્રારંભ થયેલ.પાટણ જિલ્લામાં રવિવારના રોજ બપોરે 11:30 થી 1:30ના સમય દરમિયાન આયોજિત જુનિયર ક્લાર્ક ની આ ભરતી પરીક્ષામાં પાટણ જિલ્લામાં સાંતલપુર તાલુકાને બાદ કરતાં જિલ્લાના અન્ય તમામ 8 તાલુકામાં 96 પરીક્ષા કેન્દ્ર પર 1058 બ્લોકમાં 31,740 ઉમેદવારો પરીક્ષા આપી હતી.
જિલ્લામાંશાળા-કોલેજોનાં બિલ્ડીંગમાં પરીક્ષાની સુંદર બેઠક વ્યવસ્થા ગોઠવાઇ હતી.સવાર થીજ દૂર દૂર થી પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે પરિક્ષા કેન્દ્ર ઉપર પહોંચ્યા હતા .જેમને સવારે 11 થી 12 વાગ્યા સુધી માં પરિક્ષાર્થીઓની ચેકિંગ પ્રક્રિયા પૂર્ણ કરી ને પ્રવેશ આપવામાં આવ્યો હતો .
પ્રવેશ આપતા પહેલા ઉમેદવારો ને પરીક્ષા લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ ઉમેદવારો નું ટેમ્પરેચર માપવામાં આવ્યું હતું અને પછી વારા ફરથી કેમ્પસમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.ત્યાર બાદ પોલીસ દવરા ઉમેદવાર નું બુટ મોજા કાઢી ચેકિંગ કરવામાં આવ્યું હતું .ત્યાર બાદ રૂમ બહાર સુધી પ્રવેશ આપવામાં આવ્યો હતો
બપોરે 12: 30 વાગે પરીક્ષા નો પ્રારંભ થયો હતો. પોલીસ બંદોબસ્ત વચ્ચે પેપર પરીક્ષા કેન્દ્રો પર પહોંચતા કરવામાં આવ્યા હતા.પાટણ ડીડીઓ ડી એમ સોલંકી ની ઉપસ્થિત વચ્ચે સ્ટોર્ગ રૂમ માંથી પોલીસ બંદોબસ્ત સાથે પેપરો પરિક્ષા કેન્દ્ર પર રવાના કરવામાં આવ્યા હતા.
પાટણ સહિત ગુજરાત ભરમાં યોજાયેલી જુનિયર કલાર્કની પરીક્ષા દરમ્યાન બહારગામ થી પરિક્ષા આપવા આવેલા ઉમેદવારોને કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટે સેવાભાવી દ્રારા રહેવા તેમજ જમવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.