fbpx

વિદેશી દારૂ નો જથ્થા ભરી ને જઈ રહેલ ક્રેટા ગાડી ઝડપી લેતી સાંતલપુર પોલીસ…

Date:

પાટણ તા. 29
પાટણ જિલ્લાની સાંતલપુર પોલીસ ટીમે બાતમીના આધારે વિદેશી દારૂ નો જથ્થો ભરીને જઈ રહેલ ક્રેટા ગાડી ને આબાદ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ ને ડામી દેવા જીલ્લા પોલીસ વડા વિજય પટેલ દ્વારા કરાયેલ સુચના અનુસાર નાયબ પોલીસ અધિક્ષક ડી.ડી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ સાંતલપુર પીઆઈ એચ. ડી. મકવાણા પોલીસ સ્ટાફના માણસો સાથે સાંતલપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે એક સફેદ કલરની ક્રેટા ગાડી ની અંદર ગે.કા.ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે અને તે ગાડી સિધાડા સુઇગામ કસ્ટમ હાઇવે વાયા સાંતલપુર થઇ આડેસર કચ્છ બાજુ જઇ રહેલ છે જે હકીકત આધારે સાંતલપુર પીઆઈ સહિત ની ટીમે પીપરાળા ચેકપોસ્ટ ખાતે નાકાબંધી કરતાં ક્રેટા ગાડીનો ચાલક પોલીસ નાકા બંધી જોઇને સાંતલપુર તરફ નાસેલો જેથી તેનો પીછો કરતાં દાત્રાણા ગામ નજીક ક્રેટા ગાડીનો ચાલક ટાયર ફાટતા ગાડી સ્થળ પરમુકી નાસી ગયેલ જે ગાડી ની તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂની અલગ અલગ દારૂની કુલ બોટલ નંગ-૩૦૨ તથા ક્રેટા ગાડી મળી કુલ રૂ.૩૬૬૮૪૮/- નો મુદ્દામાલ સાંતલપુર પોલીસે કબજે કરી ક્રેટા ગાડીના ચાલક વિરુધ્ધ સાંતલપુર પોસ્ટે મા ગુનો રજી. કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિવર્સિટીના અભ્યાસક્રમો અને સુવિધાથી લોકો ને માહિતગાર કરવા માટે યુનિવર્સિટી આપના દ્વારે’’ કાર્યક્રમ યોજાશે…

યુનિવર્સિટી અધ્યાપકો યુનિવર્સિટી સંલગ્ન પાચ જિલ્લાની વિવિધ કૉલેજોમાં પહોંચી...

પાટણ મા સૌપ્રથમવાર આયોજિત મોદી પ્રિમિયર લીગ ક્રિકેટ ટુનૉમેન્ટ ની ફાઈનલ મેચમાં હિગળાચાચર ઈલેવન નો વિજય.

પાટણ તા. ૧૮હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના હેલીપેડ મેદાન ખાતે...