google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

ચાણસ્મા હાઇવે સર્કલ પર ટોળું વળીને બેઠેલી ગાયોના ઝુંડને ઇકો ચાલકે હેડફેટમાં લેતા એક ગાયનું મોત બે ઘાયલ..

Date:

અકસ્માત સરજી માર્ગ પરથી પસાર થતી એસટી બસને પણ ઇકો ચાલકે ટક્કર મારી..

પાટણ તા. 9
પાટણ થી ચાણસ્મા તરફ પુરઝડપે આવતી ઇકો ગાડી ના ચાલકે ચાણસ્મા સર્કલ નજીક રોડ પર ટોળું વળીને બેઠેલી ગાયોના ઝુડ ને અડફેટમાં લેતા એક ગાયનું ઘટના સ્થળે જ મોત નીપજયુ હતું તો બે ગાયોને ગંભીર ઇજાઓ થવા પામી હતી. તો આ અકસ્માત સરજી ઇકો ચાલકે આગળ જતી એસટી બસ સાથે પણ અકસ્માત સર્જતા ચાણસ્મા હાઇવે પર અફરા તફરી મચી જવા પામી હતી.

આ બાબતે મળતી હકીકત મુજબ રવિવારના સાંજના સુમારે પાટણ થી ચાણસ્મા તરફ જઈ રહેલ eeco ગાડી નંબર GJ 01 HN 0271 ના ચાલકે પોતાની eeco ગાડી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી ચાણસ્મા સર્કલ ઉપર ટોળું વળીને બેઠેલા ગાયો ના ઝુંડ ને ટક્કર મારતાં એક ગાય નું અકસ્માત માં મોત થયું હતું. તો બે ગાયો ગંભીર ધાયલ થવા પામ્યા હતી. આ અકસ્માત સજૅયા બાદ eeco ગાડી ના ચાલકે માર્ગ પરથી પસાર થતી એસ.ટી બસ નંબર GJ 18 Z 1764 ને પણ ટક્કર મારતા ચાણસ્મા હાઇવે પર અપરા તફરી મચી જવા પામી હતી.

ચાણસ્મા હાઇવે પર સર્જાયેલા અકસ્માત ના પગલે લોકોના ટોળા એકત્ર થઈ જવા પામ્યા હતા. પોલીસને જાણ કરાતા પોલીસે પણ ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરના મહત્વ ના ગણાતા હિગળા ચાચર થી બગવાડા દરવાજા સુધી ના માગૅ ના નવીની કરણ માટે વહીવટી મંજૂરી મળી..

પાટણ શહેરના મહત્વ ના ગણાતા હિગળા ચાચર થી બગવાડા દરવાજા સુધી ના માગૅ ના નવીની કરણ માટે વહીવટી મંજૂરી મળી.. ~ #369News

બાલીસણા ગોવૅધનનાથ હવેલી ખાતે અધિક માસ નિમિત્તે અન્નકુટ ભરાયો..

પાટણ તા. 31 ધર્મ નગરી એવા પાટણ જિલ્લાના બાલીસણા...