પાટણ તા. ૧૩
પાટણ જિલ્લામાં જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો પાટણ તથા જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી જિલ્લા કક્ષાનો મહિલા સશક્તિકરણ કાર્યક્રમ બુધવારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી પાટણના કન્વેશન હોલમાં યોજવામાં આવ્યો હતો. કલેકટર અરવિંદ વિજયનનાં અધ્યક્ષ સ્થાને આયોજીત આ કાર્યક્રમમાં કલેકટર દ્વારા પીવાના પાણી અંગે મુશ્કેલી હોય તો ટોલફ્રી નંબર 1916 પર જાણ કરવા માટે જણાવ્યું હતુ તેમજ સુજલામ સુફલામ યોજના અને ખેતી તેમજ પીવાના પાણીની યોજનાની સમજ આપી હતી.
જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિ દ્વારા ગ્રામ્ય પાણી સમિતિઓ દ્વારા યોજનાનું યોગ્ય વ્યવસ્થાપન કરી લોકશાહીમાં તમામ લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે પાણી સમીતીઓ દ્વારા વધારે યોગદાન આપવામાં આવે તેમ જણાવવામાં આવ્યું હતુ. કાર્યક્રમમાં પીવાના પાણી અને આરોગ્ય, સ્વચ્છતા, પોષણ અને કાયદાકીય જેવા જુદા- જુદા વિષયો પર સબધિત વિભાગના વિષય નિષ્ણાતો દ્વારા પાણી સમિતઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
મુખ્યમંત્રી મહિલા પાણીસમિતિ કાર્યક્રમ અંતર્ગત 70% કે તેથી વધુ મહિલા સભ્યો ધરાવતી પાણી
સમિતિઓનું મૂલ્યાંકન આધારે સારૂ પરફોર્મન્સ ધરાવતી અને થયેલ જોગવાઈની મર્યાદામાં આવતી પાણી સમિતિઓને પાણીસમિતિ દીઠ રૂ. 50,000/-પ્રોત્સાહન રકમ આપવામાં આવે છે. જિલ્લામાંથી મળેલ અરજીઓના મૂલ્યાંકન બાદ વાસ્મો, ગાંધીનગરથી મંજુર થયેલ કુલ 10 મહિલા પાણી સમિતિ
ઓને પાણી સમિતિદીઠ રૂ. 50,000/- લેખે કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી તથા ઉપસ્થિત સ્ટેજ પર અધિકારીઓના વરદ હસ્તે પ્રોત્સાહન રકમ આપવામાં આવી હતી. આ પ્રોત્સાહન રકમનો ઉપયોગ પીવાના પાણીનાં કામો માટે કરવા જણાવવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલ, યુનિટ મેનેજર વાસ્મો પી.વી.ચૌહાણ, જિલ્લા કો.ઓર્ડીનેટર વાસ્મો મનોજભાઈ પટેલ, બાળ વિકાસ યોજના અધિકારી પાટણ રંજનબેન શ્રીમાળી, સખી વન સ્ટોપ સેન્ટર ધારપુરના પ્રતિનિધિ તથા વાસ્મો પાટણ ટીમ હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમમાં 14 ગામની પાણી સમિતિના અધ્યક્ષ,સભ્યો સાથે કુલ 140 સભ્યો હાજર રહેલ હતા.
અહેવાલ યશપાલ સ્વામી