google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ શહેરના મહત્વ ના ગણાતા હિગળા ચાચર થી બગવાડા દરવાજા સુધી ના માગૅ ના નવીની કરણ માટે વહીવટી મંજૂરી મળી..

Date:

ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી રૂ. 65.52 લાખ ના ખર્ચે ટૂંક સમયમાં આ માર્ગ નું નવીનીકરણ હાથ ધરાશે..

પાટણ તા. 25
પાટણ નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ દ્વારા પાટણ શહેરના વિકાસ માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી ઉબડ ખાબડ બનેલ શહેરના હિગળાચાચર થી બગવાડા દરવાજા સુધી નો માગૅ નવીન બને તે માટે તેઓ દ્રારા ગાંધીનગર ખાતે રૂબરૂ અને લેખિતમાં રજુઆત કરી હતી જે રજુઆત ના પગલે ગુરૂવારે શહેરના હિગળાચાચર થી બગવાડા દરવાજા સુધી નો નવીન ડામર રોડ માટે રૂ. 65.52 લાખની ગ્રાન્ટ ફાળવી વહીવટી મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.પાટણ શહેરના મહત્વ ના ગણાતા હિગળા ચાચર થી બગવાડા દરવાજા સુધી ના ઉબડખાબડ બનેલા માગૅ ના નવીનીકરણ માટે મળેલી વહીવટી મંજૂરી બાદ તાત્કાલિક તેની ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરી ચોમાસા પહેલા આ નવીન માગૅ ની કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવું પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલે જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related