30 એપ્રિલના રોજ લેવાનારી તલાટીની પરીક્ષા પાછી ઠેલાઈ છે. આજે કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રીએ આ જાહેરાત કરી હતી. હવે 7 મેના રોજ પરીક્ષા યોજવામાં આવશે.
30 એપ્રિલના રોજ લેવાનારી તલાટી ની પરીક્ષા પાછી ઠેલાઈ છે. આજે કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રીએ આ જાહેરાત કરી હતી. હવે 7 મેના રોજ પરીક્ષા યોજવામાં આવશે. આજે પ્રેસ મીડિયાને કેબિનેટની બેઠક બાદ ઋષિકેશ પટેલે જાહેરાત કરતા કહ્યું હતું. પરીક્ષાના કેન્દ્રો પુરતા પ્રમાણમાં ના હોવાની વાત સામે આવી હતી.
સૂત્રો તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર 17 લાખ પરીક્ષા માં ઉમેદવારો સામે 14 લાખ ઉમેદવારો માટે જ કેન્દ્ર મળ્યા હતા. કોલેજમાં ઓછા વર્ગ ખંડ ફાળવ્યા હતા. વિદ્યાર્થીઓ ની ક્ષમતા કરતા ઓછા વર્ગખંડો ફાળવ્યા છે. કેમ કે, કેટલીક કોલેજોમાં ક્ષમતા હોવા છતાં પણ ઓછા વર્ગો ફાળવામાં આવતા આ સ્થિતિ નિર્માણ થઈ છે.
ખાસ કરીને તેનું કારણ મોટા શહેરોમાં કોલેજો વધારે હોવા છતાં કોલેજ નથી મળતી. જો કે, બોર્ડ સામે પરીક્ષા કેવી રીતે લેવી તેને લઈને પણ ચેલેન્જ છે. જેથી આગામી7 તારીખને ધ્યાનમાં રાખીને અત્યારથી જ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.
તલાટીની પરીક્ષા 30 એપ્રિલના રોજ યોજવા માં માટે બોર્ડે તૈયારી શરુ કરી હતી પરંતુ કેન્દ્રો ઓછા પડ્યા. એક મહિનાની અંદર બે પરીક્ષા યોજવી એ સૌથી મોટો પડકાર પણ હતો ત્યારે પરીક્ષા કેન્દ્રો પરીક્ષા ઓ બાદ ખાલી થવાની શક્યતા વચ્ચે વધુ કેન્દ્રો મળી શકે છે.