મૃત માછલી અને માછલાઓની દુર્ગંધ ને લઇ ગ્રામજનોમાં રોગચાળો ફાટે તે પહેલા તંત્ર દ્વારા યોગ્ય કરાઈ તેવી માગ ઉઠી.
પાટણ તા. ૧૨
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં અને ગુજરાત ભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો ઉચકાયો છે લોકો ગરમીથી બચવા બપોરે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તો અસહ્ય ગરમી ના કારણે અથવા અન્ય કોઈ પણ કારણો સર છેલ્લા બે દિવસથી સિધ્ધપુર તાલુકાના કાકોશી ગામના મુખ્ય તળાવ માં અસંખ્ય માછલીઓ અને માછલાઓ મૃત પામતા હોવાની ધટના પ્રકાશમાં આવવા પામી છે.
કાકોશીના તળાવમાં અસંખ્ય માછલીઓના મોતને લઈને દુર્ગંધ મારવાની સાથે રોગચાળો ફેલાય તેવી ભીતિ પણ ગ્રામજનોમાં ઉઠવા પામી છે ત્યારે તંત્ર દ્વારા તળાવમાં મૃત પામેલી માછલીઓ અને માછલા ઓનો તાત્કાલિક નિકાલ કરી માછલા અને માછલીઓ મરવાના કારણ ને જાણી તેના નિરાકરણ માટે વ્યવસ્થા ઉપલબ્ધ બનાવે તેવી માગ ગ્રામજનોમાં પ્રબળ બનવા પામે છે.
અહેવાલ યશપાલ સ્વામી