fbpx

ચાણસ્મા ના રામપુરા ગામના પ્રવેશ દ્વાર પાસેના ગેર કાયદેસર ના દબાણો આખરે તંત્ર દ્વારા દૂર કરાયા…

Date:

પાટણ તા. ૨૦
પાટણ શહેર છે જિલ્લામાં ગેરકાયદેસરના દબાણો લઈને લોકો મુશ્કેલી અનુભવતા હોય છે ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકા ના રામપુરા ગામે ગામમાં પ્રવેશવાના માર્ગ પર જ ગેરકાયદેસરના દબાણોને લઈને હાલાકી ભોગવી રહેલા ગ્રામજનો અને વાહન ચાલકોની હાલાકી દૂર થાય તે માટે ઉપરોક્ત માર પરના ગેરકાયદેસરના દબાણો દૂર કરવા માટે અનેક વખતની રજૂઆત બાદ શનિવારના રોજ તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રામપુરા ગામમાં પ્રવેશતાં માગૅથી ગ્રામ પંચાયત પ્રા. શાળા જવા સુધીના માર્ગમાં ખડકાયેલા ઉકરડા, પાકા ઓટલા અને ઢાળીયા ના ગેર કાયદેસરના દબાણો ના કારણે ગામમાં પ્રવેશવા માટે મોટાં વાહનો જેવા કે ટ્રક,એમ્યુલન્સ,બસ સહિત ના સાધનોને હાલાકી ભોગવવી પડી રહી હતી.તો માગૅ પરના દબાણો ને લઇ ગ્રામજનો પણ મુશ્કેલીઓ ભોગવી રહ્યા હોય જે ગેર કાયદેસર ના દબાણો દુર કરવા તંત્ર સમક્ષ અનેક વખત રજુઆત કરવામાં આવી હતી ત્યારે શનિવારે તંત્ર દ્વારા ઉપરોક્ત માગૅ પરના ગેરકાયદેસર ના દબાણો દુર કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ દબાણો દુર કરવાની કામગીરી સમયે મામલતદાર,જીઈબી ના અધિકારીઓ અને ગામ ના આગેવાનો સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે માગૅ પર નડતરરૂપ જીઇ બી ના થાંભલા,ઉકરડા કાચા-પાકા ઢાળીયા, ઓટલા સહિત ના નડતર રૂપ દબાણો જેસીબી ની મદદથી દુર કરાયાં હોવાનું રામપુરા ના વહીવટદાર તલાટી જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

શેર બજાર નું ડબ્બા ટ્રેડીંગ કરતા એક ઇસમને પકડી પાડતી પાટણ એલસીબી..

પાટણ તા.19પાટણ જીલ્લામાથી સ્ટોક એકસ્ચેન્જના કોઇપણ સત્તાવાર લાયસન્સ વિના...