પાટણ તા. 12
પોલીસ ઉપર છરી વડે હુમલો કરનાર અને સમી પોલીસ મથકમાં નોંધાયેલા ગુના ના આરોપી ને પાટણ એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે આ બાબતે મળતી હકીકત મુજબ ગઇ કાલ બાસ્પા તા. સમી મુકામે એક શકમંદ ઇસમ ની પુછપરછ કરતા આ ઈસમને અગાઉ થયેલા બળાત્કારના કેસમાં તટસ્થ તપાસ કરવાના કામે સજા પડેલ હોઇ અને જેલમાં રહેવુ પડેલ હોઇ જેના કારણે ઉશ્કેરાઇ જઇ તેણે પોલીસ કર્મચારીને મારી નાખવાના ઇરાદે પોતાની પાસેની છરી વડે હુમલો કરી ઇજાઓ કરેલ હોઈ અને આ બાબતે સમી પો.સ્ટે. પાર્ટ એ ગુનો પણ રજિસ્ટર્ડ થયો હોવાનું જાણવા મળતા જિલ્લા પોલીસ વડા ની સૂચના ને લઈને પાટણ એલસીબી દ્વારા આરોપીને ઝડપી લેવાના ચક્રો ગતિમાન બનાવ્યા હતા ત્યારે જે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પાટણ એલ.સી.બી.ટીમે આ કામના આરોપી નાડોદા (ડાભી) કાનજીભાઇ અજાભાઇ રામાભાઇ ઉ.વ-૩૨ રહે.બાસ્પા, વાઘેલાવાસ તા.સમી જી.પાટણ વાળા ને દુદખા તા.સમી મુકામેથી પકડી પાડી આગળની કાર્યવાહી સારૂ સમી. પો.સ્ટે. સોંપવામાં આવતાં વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
પોલીસ ઉપર છરી વડે હુમલો કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં એલ.સી.બી.એ ઝડપી લીધો..
Date: