fbpx

હારીજ વાધેલ રોડ પરના હરિઓમ ઇન્ડસ્ટ્રીઝમાં કાલા-કપાસ ના ઢગલામાં અગમ્ય કારણોસર આગ ભભૂકી..

Date:

ચાણસ્મા ફાયર બ્રિગેડને જાણ થતા તેઓએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુ
માં લીધી..

પાટણ તા. ૨૭
પાટણ જિલ્લાના હારીજમાં વાઘેલ રોડ પર આવેલ હરિઓમ ઇન્ડસ્ટ્રીઝમાં શનિવારે બપોરે કાલા કપાસના ઢગલામાં અગમ્ય કારણોસર આગ લાગતા અફડા તફડી નો માહોલ સજૉયો હતો.બનાવ ને પગલે ચાણસ્મા ફાયર વિભાગ ની ટીમને જાણ થતાં તેઓએ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી મહામુસીબતે આગ પર કાબૂ મેળવ્યો હતો.તો આગને કારણે ઈન્ડસ્ટ્રીઝ ના માલિક ને મોટું નુકશાન થવા પામ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.

પાટણ જિલ્લાના હારીજ મા કાલા કપાસની અનેક ઈન્ડસ્ટ્રીઝ આવેલ હોય અને અવાર નવાર આવા આગ ના બનાવો બનતાં હોવા છતાં હારીજમાં ફાયર ફાઇટરની સુવિધા ઉપલબ્ધ ન હોવાના કારણે આવી આગની ધટના ધટે ત્યારે અન્ય શહેર માથી ફાયર ફાઈટર ને બોલાવવાની ફરજ પડતી હોય જેને લઈને લોકો મા તંત્ર પ્રત્યે રોષની લાગણી ઉભી થવા પામી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ તાલુકાના ધારપુર મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો કાર્યક્રમ યોજાયો…

યાત્રા દરમિયાન ૯૦ લોકોનું બીપી અને ડાયાબીટીસ ચેકઅપ કરાયું.. પાટણ...

પાટણના સાલવીવાડા ચોકમાં આવેલા શ્રી જબરેશ્વરી માતાજી ના મંદિરનો દ્વિતીય પાટોત્સવ પર્વ ઉજવાયો..

મંદિરને રંગબેરંગી ફૂલોથી સુશોભિત બનાવી માતાજીની પૂજા અર્ચના સાથે...

પાટણ મોતીસા દરવાજા થી ચર્મકુંડ, બાળા બહુચર માતા ના મંદિર જવાના માર્ગ પર ભૂગર્ભના પાણીની રેલમછેલ..

પાટણ મોતીસા દરવાજાથી ચર્મકુંડ,બાળા બહુચર માતાના મંદિર જવાના માર્ગ પર ભૂગર્ભના પાણીની રેલમછેલ.. ~ #369News