પાટણ તા. 17
રાધનપુર મઘાપુરા રોડ પર આવેલ રામનગર સોસાયટી માં રહેતા સિયા ઉમર.૧ વર્ષ ને સાઈકૃપા હોસ્પિટલમાં એડમિટ કરેલ હોય એમને તાત્કાલિક બ્લડ ની જરૂર પડતાં બ્લડ બેંક માં તપાસ કરતા બ્લડ બેંક માં સ્ટોક માં હાજર ના હોવાથી સંપર્ક કરતા ઓલ ગુજરાત માં બ્લડ ની સેવા પૂરી પાડતા એવા હરેશ ભાઈ સાધુ રક્તદાન સેવા ગ્રુપ રાધનપુર ખાતે આઠ વર્ષ થી બ્લડ સેવા કરતા હોય સિયા ના પિતા વિષ્ણુભાઈ દ્વારા હરેશ ભાઈ નો સંપર્ક કરતા હરેશભાઈ સાધુ દ્વારા તાત્કાલિક એમ ના ગ્રુપમાં મેસેજ કરેલ અને મહેમદાવાદ ગામના પ્રહલાદભાઈ સાધુ દ્વારા ૧૫ થી વધુ વખત રક્તદાન કરીને લોકોનો જીવ બચાવી શક્યા છે ત્યારે ફરી એક વાર ૧ વર્ષીય સીયા ને બ્લડ નું રક્તદાન કરી માનવતા નું ઉદાહરણ પૂરું પાડીને સિયા નો જીવ બચાવ્યો હતો અને સમગ્ર ગુજરાતમાં હરેશ ભાઈ સાધુ માનવ સેવા ગ્રુપ દ્વારા ભિક્ષુક, અસ્થિર મગજ વાળા સહિત ના અનેક લોકો ને તેમના પરિવાર સાથે મિલન કરાવી ચૂક્યા છે અને કોરોના કાળમાં પણ પોતાના જીવ ની પરવાહ કર્યા વગર રાત દિવસ લોકોની સેવા કરીને માનવતા નું ઉદાહરણ પૂરું પાડી ને સેવાકિય કામગીરી કરી લોકો ના આશીર્વાદ થી ધન્ય બન્યા છે..
રાધનપુર ના મહેમદાવાદના યુવાને ૧ વર્ષીય માસુમ ને રક્તદાન કરી નવજીવન બક્ષ્યું…
Date: