google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ ખાતે ભગવાન શ્રી પરશુરામજીના જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે ત્રિ દિવસીય વિવિધ કાર્યક્રમો યોજાશે.

Date:

પરશુરામ રથયાત્રા સમિતિ દ્વારા પત્રકારોને કાર્યક્રમોથી માહિતગાર કરાયા..

ભગવાન પરશુરામજીના જન્મ જયંતીને અનુલક્ષીને જગન્નાથ મંદિર પરિસર ખાતે બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા આનંદના ગરબા યોજાયા..

પાટણ તા. 20
પાટણ માં શનિવારે પરશુરામ જયંતિ નિમિત્તે શ્રી પરશુરામજી રથયાત્રા સમિતિ દ્વારા 7 ઝાંખી , 3 બગીઓ , બેન્ડ બાજા સાથે ભગવાનની 1.5 કિમીની ભવ્ય રથયાત્રા સાથે ત્રણ દિવસ દરમિયાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે શહેરના ધોરણ 10 -12 ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે સેમિનાર અને દર્દીઓને મદદરૂપ થવા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.


જગન્નાથ મંદિર ખાતે ગુરુવારે પરશુરામ રથયાત્રા સમિતિના હોદ્દેદારો દ્વારા પ્રેસ મીટીંગ કરી પરશુરામ જયંતિ ની ઉજવણી પ્રસંગ ની માહિતી આપવામાં આવી હતી.

જેમાં સમિતિના પ્રમુખ પિયુષ આચાર્યએ જણાવ્યું હતું કે તા. 21- 22 અને 23 એપ્રિલ ત્રણ દિવસ પરશુરામ જયંતિ મહોત્સવની ઉજવણી થશે. જેમાં 21 તારીખે સરકારની વિવિધ યોજનાઓ ના લાભ અંગે શહેરીજનો માહિતગાર થાય તે માટે કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ તેમજ વિષ્ણુયાગ , 23 એપ્રિલે ધોરણ 10 અને 12 પછી વિદ્યાર્થીઓને આગળ શું કરવું તેના વિશે માર્ગદર્શન સેમીનાર યોજાશે. 22 એપ્રિલ પરશુરામ જયંતિ નિમિત્તે સવારે 08:30 કલાકે જગન્નાથ ભગવાન મંદિર માં આવેલ પરશુરામ ભગવાનના નિજ મંદિરથી રથયાત્રા પ્રસ્થાન થશે અને 1-30 કલાકે નિજ મંદિર ખાતે સંપન્ન બનશે. સમિતિના સભ્ય હર્ષદભાઈ રાવલે જણાવ્યું હતું કે પરશુરામ રથયાત્રા જગન્નાથ મંદિરથી પ્રસ્થાન પામી હિંગળાચાચર, જુનાગંજ, મેઈન બજાર, ધીવટા, અંબાજી મંદિર સહિતના અંદાજીત દોઢ કિલોમીટરના રૂટમાં ફરી એકને બપોરે 1-30 કલાકે મંદિર પરત આવશે. ભગવાન શ્રી પરશુરામજી ની રથયાત્રા સંપન્ન બન્યા બાદ રથયાત્રામાં જોડાયેલા તમામ ભાવિક ભક્તો માટે પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હોવાનું રથયાત્રા સમિતિ દ્વારા જણાવાયું હતુ.

આજે ગુરૂવારના રોજ જગન્નાથ મંદિર પરિસર ખાતે ભગવાન શ્રી પરશુરામજી સન્મુખ બ્રહ્મ સમાજની મહિલા મંડળ દ્વારા આનંદના ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજની બહેનો સાથે પરશુરામજી ભગવાનની જન્મ જયંતિ મહોત્સવ સમિતિના આયોજકો અને સેવાભાવી કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લા રમત ગમત સંકુલ ખાતે સ્વિમિંગપુલ નો પ્રારંભ કરાતાં તરવૈયાઓ એ ખુશી વ્યક્ત કરી…

પ્રથમ દિવસેજ મહિલાઓ, પુરુષો અને બાળકોએ સ્વીમીંગ પુલનો લાભ...

શ્રી પદ્મનાભ વાડી પરિસરમાં આવેલા શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર ના શિખર પર પરંપરા મુજબ ધજા ચડાવવામાં આવી..

સ્વ.ધર્મપત્રકાર મનસુખ સ્વામીના પરિવારે પોતાની વર્ષોની પરંપરા નીભાવી ધન્યતા...