મૃતક ના પુત્રની ફરિયાદના આધારે ચાણસ્મા પોલીસે એક ઈસમની અટકાયત કરી તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા..
પાટણ તા.૧૫
ચાણસ્મા તાલુકા ના ગંગેટ ગામે અંગત અદાવતમાં આધેડ ની હત્યા કરાઈ હોવાની ઘટના બનતા ચાણસ્મા સહિત પંથક માં ચક્ચાર મચી જવા પામી છે. જોકે બનાવની જાણ ચાણસ્મા પોલીસ ને થતાં પોલીસે ધટના સ્થળે દોડી આવી લાશનું પંચનામું કરી પીએમ માટે મોકલી આપી મૃતકના દીકરાની ફરિયાદ આધારે એક શખ્સની અટકાયત કરી આગળ ની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.આ બનાવની મળતી હકીકત એવી છે કે ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામે ઠાકોર વાસમાં રહેતા ઠાકોર કાનાજી જગાજી ઉ.વ.૫૮ બુધવારે રાત્રે તેમના ખેતર માં ધઉં ના ખેતર માં પીયત કરવા સાથે એરંડા નો ઢગલો પડેલ હોઈ રાત્રી દરમિયાન કોઈ ચોરી ન જાય એટલે ચોકી કરવા ગયા હતા.
પરંતુ ગુરૂવારે સવાર સુધી તેઓ ખેતરેથી ઘરે પરત નહી આવતા મૃતક ના દિકરા રણજીતજી કાનાજી ખેતરે તપાસ કરવા ગયા હતા તે દરમિયાન તેમને પોતાના પિતાજી કાનાજી ઠાર્કોરને ખેતર માં એરંડા ના ઢગલા પાસેના ખાટલા માં લોહી લુહાણ હાલત માં પડેલા જોતા તેઓ ગભરાઇ ગયા હતા અને આ બનાવની જાણ તેમણે પરિવારના સભ્યો સહિત ચાણસ્મા પોલીસ ને કરતાં ચાણસ્મા પી આઇ. સહિત પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડી આવ્યો હતી અને લાશ નું પંચનામું કરી લાશ નું પી એમ કરવા સહિત ની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
આધેડ ખેડૂતની હત્યા કેસ ની તપાસ કરતા ચાણસ્મા પોલીસ અધિકારીએ ઘટના અંગે ની જાણકારી આપતા જણાવ્યું હતું ગંગેટ ગામે ઠાકોર કાનાજી જગાજી ની તેમના ખેતર માં ધાતક હથિયારના ધા ગળા ના ભાગે મારી હત્યા નિપજાવી હોવાની હકીકત મામલે મૃતકના દીકરાએ જણાવ્યું હતું કે આજથી ૧ વર્ષ અગાઉ ગામના ઠાકોર ભરતજી વેસતાજી એ તેઓના રાયડાનો તૈયાર મોલ સળગાવ્યો હતો જેની અદાવત રાખીને બે દિવસ પહેલા ભરતજી એ મૃતક ના દિકરા ને તારા ધરના એક વ્યક્તિ ને મારી નાખીશ તેવી ધમકી આપી હતી જે ધમકી અનુસંધાનમાં ઠાકોર ભરતજી વેસતાજી એ તેના પિતા ની હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરી ફરીયાદ દાખલ કરતા હાલ તો ઠાકોર ભરતજી વસતાજી ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું તેઓએ જણાવ્યું હતું
અહેવાલ યશપાલ સ્વામી