પાટણ તા. 20
શ્રીસ્થળ સંગ્રહાલયસિદ્ધપુર પુરાતત્વ અને સંગ્રહાલય ખાતુ રમતગમત અને યુવા સાંસ્ક્રુતિક પ્રવ્રુતિઓના વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા હેરિટેજ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય દિવસ જેને વિશ્વ ધરોહર દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. દર વર્ષે 18 એપ્રિલના રોજ સમગ્ર વિશ્વ ધરોહર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.
આ દિવસ ફક્ત આપના જીવનમાં સંસ્કૃતિ અને વારસાના મૂલ્યને જ નહીં, પરંતુ લોકોને સાંસ્કૃતિક ઈતિહાસને સમજવાનો પણ હેતુ છે.
વિશ્વ ધરોહર દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ વિશ્વ ભરની ઐતિહાસિક ઇમારતો,સ્મારકો અને પુરતત્વિય સ્થળોને બચાવવાનો છે.
શ્રીસ્થળ સંગ્રહાલયમાં વિશ્વ હેરિટેજ દિવસ નિમિતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું તેમાં આસ પાસના રહીસોના 6 થી 12 વર્ષના બાળકોએ ભાગ લીધો હતો. સંગ્રહાલયમાં રહેલી પ્રાચીન સંસ્કૃતિ ધાર્મિક તથા સામાજિક જીવન શૈલી તદ્દઉપરાંત પ્રાચીન ચલણ વિશે આસી.ક્યુરેટર તેજલબેન પરમાર દ્વારા બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.બાળકોએ ભારતના સ્થાપત્યના ચિત્રોમાં કલર કામ કર્યું હતું. આમાં સારું ચિત્ર કામ કરનાર બાળકોને ઈનામ પણ આપવામાં આવ્યા હતા.