fbpx

પાટણ જિલ્લા રમત ગમત સંકુલ ખાતે સ્વિમિંગપુલ નો પ્રારંભ કરાતાં તરવૈયાઓ એ ખુશી વ્યક્ત કરી…

Date:

પાટણ તા. ૯
પાટણ શહેરમાં ઉનાળાની કારમી ગરમીમાં લોકોને અને ખાસ કરીને યુવા વર્ગ અને મહિલા વર્ગને રાહત મળે તે માટે પાટણ ખાતેના સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે ગુરૂવાર થી શરુ કરાયેલા સ્વિમિંગપુલ થી લોકોએ આનંદની લાગણી અનુભવી હતી. જિલ્લા રમત ગમત સંકુલ ખાતે ના સ્વિમિંગપુલમાં સવારે પુરુષોની ત્રણ બેચ, બપોરે મહિલા ઓની એક બેચ અને સાંજે પુરુષોની બે બેચ રાખવામાં આવી છે.

સ્વિમિંગપુલ ના પ્રારંભના પ્રથમ દિવસે એટલે કે ગુરૂવારે સવારે ત્રણ બેચમાં 300 થી વધુ પુરુષો અને મહિલાઓની બપોરની બેચ માં 30 થી વધુ ની સંખ્યામાં બહેનોએ સ્વિમિંગપુલ નો લાભ લીધો હોવાનું રમત ગમત વિકાસ અધિકારી કિરણ પટેલ જણાવ્યું હતું.

સ્વિમિંગપુલ મા પ્રવેશ માટેના અગાઉ 1000 ફોર્મ વહેંચાયા હતા. જેમાં થી 800 ફોમૅ ભરી ને પરત આવ્યા છે. જે પૈકી મોટા ભાગના તરણબાજ મહિલાઓ, પુરૂષો અને બાળકો એ પ્રથમ દિવસે જ સ્વિમિંગપુલ નો લાભ લઈ આનંદ વ્યકત કર્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની તપોવન શાળાના વિદ્યાર્થીઓએ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી…

શાળાના ધોરણ સાતમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ કૃષ્ણ-ગોવાળિયાના પરિધાનમાં સજજ...

હડકવા વિશે જનજાગૃતિ કેળવીને મુત્યુદર શૂન્ય સુધી પહોંચાડવાની જવાબદારી આપણા સૌની છે : નાયબ નિયામક ડો.મકવાણા..

હડકવા વિશે જનજાગૃતિ કેળવીને મુત્યુદર શૂન્ય સુધી પહોંચાડવાની જવાબદારી આપણા સૌની છે : નાયબ નિયામક ડો.મકવાણા.. ~ #369News