fbpx

પાટણમાં પાવૈયા પરિવાર દ્વારા નવચંડી યજ્ઞ અને વાસ્તુ પૂજન કાર્યક્રમ યોજાયો..

Date:

જગત જનનીની આરાધના સાથે પાવૈયા પરિવાર એ વિશ્વ કલ્યાણ ની કામના વ્યક્ત કરી..

પાટણ તા. 22
જગત જનનીની આરાધના ના પવિત્ર માસ એવા ચૈત્ર માસની પૂર્ણાહુતિ બાદ અખાત્રીજ ને શનિવાર ના પવિત્ર દિવસે માતાજી ના અનન્ય ભક્ત ગણાતા પાવૈયા પરિવાર દ્વારા પાટણ શહેરના હર્ષ નગર ખાતે નવચંડી હવન તેમજ વાસ્તુ પૂજન નો ધાર્મિક ઉત્સવ ભક્તિ મય માહોલ વચ્ચે ઉજવવામાં આવ્યો હતો.

પાટણ શહેરના હર્ષ નગર સ્થિત રહેતા અલકા દે કિરણ દે પાવૈયા પરિવાર દ્વારા આયોજિત માતાજી ના નવચંડી યજ્ઞમાં પાવૈયા પરિવાર ના સૌ સભ્યોએ ઉપસ્થિત રહી હવન યજ્ઞમાં શ્રીફળ હોમી વિશ્વના કલ્યાણ ની કામના વ્યકત કરી હતી.

અખાત્રીજ ના પવિત્ર દિવસે અલકા દે કિરણ દે પાવૈયા પરિવાર દ્વારા આયોજિત કરાયેલા નવચંડી યજ્ઞ અને વાસ્તુપૂજનના ધાર્મિક પ્રસંગે આયોજિત ભોજન પ્રસાદનું પાવૈયા પરિવારો એ લાભ લઇ માતાજી ના રૂડા આશીર્વાદ સાથે ધન્યતા અનુભવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ નગરપાલિકાના પ્રમુખે પરિવાર સાથે મતદાન કરી લોકોને મતદાન કરવા અને કરાવવા અપીલ કરી..

પાટણ તા. 7લોકશાહીના મહાપર્વ માં પાટણના પ્રથમ નાગરિક એવા...