fbpx

પાટણ જિલ્લામાં વરસાદ ખેંચાતા સરસ્વતી તાલુકાના ખેડૂતોએ કેનાલમાં પાણી છોડવા અને વિજ બિલ માફી ની માંગ કરી..

Date:

વરસાદ ખેચાતા એરંડા, જુવાર અને કપાસના વાવેતર મા નુકશાન ની ભીતી સેવતા ખેડૂતો..

પાટણ તા. 9 પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મેઘરાજાએ મોં ફેરવી લેતા પંથકના ખેડૂતો ની હાલત કફોડી બની છે. ત્યારે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ખેડૂતો એ વરસાદ ખેચાતા સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે સરકાર દ્વારા વિજ બીલ માફ કરવામાં આવે તેવી માગ કરી છે.

પાટણ જિલ્લામાં વરસાદ ખેંચાતા સરસ્વતી તાલુકાના ખેડૂતોએ પોતાની હૈયા વરાળ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વરસાદ ખેચાવાના કારણે હાલમાં એરંડા,જુવાર અને કપાસ ના પાકોમાં ખેડૂતો ને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. હાલમાં વરસાદ ખેચાયો છે જેના કારણે 80℅ વાવેતર ફેલ થવાની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે. બીજી તરફ ભૂગર્ભ જળના તળ પણ 1 હજાર ફુટ નીચે ઉતયૉ છે. જેના કારણે ખેડૂતો ને વિજ ભારણ પણ વધી રહ્યું છે. ત્યારે સરસ્વતી પંથકના ખેડૂતો એ સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા અને વિજ બીલ માફ કરવાની માગ કરી છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર ગાંધી ચોક પાસેના દેવીપુજક વાસમાં 100 થી વધુ ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યાં..

સુસવાટા બંધ પવનમાં મકાનો ના પતરા ઉઠયા,અસંખ્ય વૃક્ષો ધરાશાયી...

સિદ્ધિ સરોવરની ફરતે ઊગી નીકળેલા જાડી જાખરા પાલિકા તંત્ર એ જેસીબી મશીન ની મદદથી દૂર કર્યા…

સુસાઇડ પોઇન્ટ તરીકે પંકાયેલા સિદ્ધિ સરોવરમાં બનતા અકસ્માતના બનાવને...

નારી શક્તિ વંદન અધિનિયમ-2023 ને મંજૂરી મળતા તાલુકા ભાજપ દ્રારા નારી શક્તિ નું મો મીઠું કરાવ્યું.

પાટણ તા. 21 લોકસભામાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા...

સાંતલપુર તાલુકામાં ‘સંપૂર્ણતા અભિયાન’નો કલેકટર ની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવાયો…

પાટણ તા. 4નીતિ આયોગ દ્વારા દેશભરમાં નક્કી કરાયેલા ૧૧૨...