આગામી સમયમાં પાટણ જિલ્લામાં 5 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે : અધિક નિવાસી કલેકટર..
80 જેટલા અમૂર્ત સરોવર પર ચૂંટાયેલા પદાધિકારીઓ, અધિકારીઓ દ્વારા વૃક્ષોનું વાવેતર કરી જતન કરવામાં આવશે…
પાટણ તા. 2
જિલ્લા સેવા સદનના નવા કોન્ફરન્સ હૉલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણીના ભાગરૂપે અધિક નિવાસી કલેકટર પ્રદીપ સિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને મિટિગ યોજાઇ હતી.જિલ્લાના ઉચ્ચ અધિકારી ઓની સાથે યોજાયેલી આ બેઠકમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી સંદર્ભે વિગતે ચર્ચા કરવામાં આવી. વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણીના ભાગરૂપની બેઠકમાં પર્યાવરણની સાચવણી, તકેદારી સાથે આગામી સમયમાં આ બાબતે લોકોમાં કેવા પ્રકારની જાગૃતિ આવે તે માટેનો પારદર્શી સવાંદ થયો.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર પ્રદીપસિંહ રાઠોડે જણાવ્યું કે આગામી વિશ્વ પર્યાવરણની સમગ્ર રાજ્યમાં ઉજવણી થઈ રહી છે તેના ભાગરૂપે પાટણ જિલ્લા માં ઉજવણી થનાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદી ના આહવાન થી સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે આ બાબત ને ધ્યાનમાં રાખી સમગ્ર પાટણ જિલ્લા માં આગામી સમયમાં પાટણ જિલ્લામાં 5 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. 80 જેટલા અમૂર્ત સરોવર પર ચૂંટાયેલા પદાધિકારીઓ, અધિકારીઓ દ્વારા વૃક્ષોનું વાવેતરની સાથે જતન કરવા માં આવશે તથા સૌથી અગત્યનું એ છે. પ્રધાનમંત્રીએ 7 પ્રકારના કોમ્પોનેટ આપેલા છે તેમના પર છેલ્લા બે માસથી ઉજવણી થઈ રહી છે. આમ પર્યાવારણની જાળવણી માટે સમગ્ર વહીવટી તંત્ર કટિબધ્ધ છે.
વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણીના ભાગરૂપની બેઠકમાં નાયબ વન સરક્ષક બિન્દુબેન દ્વારા ઉર્જા બચત કરવા વિષે, પાણી બચત વિષે જેમાં બાજરી જેવા ધાન્ય પાકોની ખેતી કરવા અંગે, અમૃત સરોવર યોજના દ્વારા જળાશયોમાં રિચાર્જ બાબત ઉપરાંત પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવા જેવા 7 કોમ્પોનેટ વિષેની સમજ તથા આગામી સમયમાં પાટણ વન વિભાગ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી સંદર્ભે કેવા પ્રકારની કામગીરી કરવાની છે તે બાબત અંગે જણાવવામાં આવ્યું હતું.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર પ્રદીપસિંહ રાઠોડ, DRDO નિયામક આર. કે. મકવાણા, નાયબ વન સરક્ષક બિન્દુબેન પટેલ તથા એન. જી. ઓ ના સદસ્ય હાજર રહ્યા હતા.