fbpx

પાટણની BIPS અને AJPS શાળા પરિવારદ્રારા નવરાત્રી મહોત્સવ “થનગનાટ – 2023” યોજાયો..

Date:

લાઈવ ઓરકેસ્ટ્રા અને સંગીતના તાલે બાળકો સાથે શાળા પરિવારે રાસગરબા ની રમઝટ મચાવી..

પાટણ તા. 25 પાટણની શિક્ષણક્ષેત્રે જાણીતી ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ તથા શ્રી અરવિંદભાઈ જીવાભાઈ પ્રાથમિક શાળામાં નવરાત્રી પર્વની ઉજવણીના ભાગરૂપે થનગનાટ 2023 નું આયોજન બે તબક્કામાં કરવામાં આવેલ હતું જેમાં સવારે બંને શાળાના જુનિયર કક્ષાના બાળકો અને સાંજે સિનિયરકક્ષાના બાળકોએ ગરબાની મજા માણી હતી. કાર્યક્રમમાં સંસ્થાના ડાયરેક્ટર ડો. જે. એચ. પંચોલી, મેનેજમેન્ટ માંથી ઉપેન્દ્ર ધ્રુવ, કોલેજ કેમ્પસ ડેવલોપમેન્ટ ઓફિસર પ્રોફેસર જય ધ્રુવ, શાળાઓના આચાર્ય ડો.ચિરાગ પટેલ, સંજયભાઈ પંચોલી, સહિતના મહાનુભાવો ઉપસ્થિતિ થી કાર્યક્રમમાં રોનક છવાઈ ગઈ હતી.

ખેલૈયાઓએ મન મૂકીને રાસ ગરબાની મજા માણી કાર્યક્રમના અંતમાં બાળકો માટે ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવેલ હતું, નિર્ણાયકની ભૂમિકા શ્રીમતી હીનાબેન, ભૂમીબેન અને હીરબેને કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન તમામ શિક્ષક ગણે ઉપસ્થિતિ રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રોગ્રામમા ‘ઉત્સવ ઓરકેસ્ટ્રા ના સથવારે ગાયક ગોરલબેન ત્રિવેદી, સંજયભાઈ બારોટ અને સંગીત શિક્ષક જીગરભાઈ વાઘેલાએ પોતાના કંઠથી કાર્યક્રમમાં ધૂમ મચાવી થનગનાટ નવરાત્રી મહોત્સવ 2023 ને યાદગાર બનાવ્યો હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના મહેમદપુર માં ચાર દીકરીઓએ માતાને કાંધ અને મુખાગ્નિ આપી પુત્ર ધર્મ નિભાવ્યો…

મહેમદપુર ની દીકરીઓએ સાબિત કર્યુ દીકરા- દીકરી એકસમાન… અંતિમવિધિ સમયે...

પાટણનાં ૪૯ કરોડનાં કાંડનાં આરોપીને ચેક રિટર્ન કેસની સજા મા અટકાયત કરી જેલ હવાલે કર્યો…

પાટણ તા. ૨૨પાટણના નવાગંજ બજારનાં ચાની કિટલીવાળા ખેમરાજ દવેને...