google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના કાળકા રોડ પર નવનિર્મિત ચુડેલ માતાના મંદિર ને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું..

Date:

માતાજીને ચડાવેલ ચાંદીનું છત્તર અને દાન પેટીમાંથી રોકડ રકમ ની ચોરી થઈ હોવા ની પોલીસ મથકે જાણવા જોગ નોંધાઈ..

પાટણ તા. 24
તાજેતરમાં પાટણ શહેરના કાળકા મંદિર રોડ પર નવનિર્માણ કરાયેલા શ્રી પીપળાવાળી ચુડેલ માતાના જયોત મંદિર ને કોઈ તસ્કરોએ નિશાન બનાવી માતાજીને ચડાવેલ ચાંદીનું છત્તર તેમજ દાન પેટીમાં આવેલી રકમ ની ઉઠાંતરી કરી ગયો હોવાની ઘટના બનતાં મંદિર પરિસર ના સેવકો દ્વારા આ ચોરી મામલે અજાણ્યા તસ્કર વિરુદ્ધ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.

શ્રી પીપળા વાળી ચુડેલ માતા મંદિર પરિસર ની ચોરી મામલે માહિતી આપતા માતાજીના સેવક અને આ વિસ્તારના પૂર્વ કોર્પોરેટર પ્રહલાદ ભાઈ રાવળે જણાવ્યું હતું કે બે દિવસ પૂર્વે આ પીપળા વાળી ચુડેલ માતા ના જ્યોત નો ભક્તિ સભર માહોલમાં પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ત્યારે માતાજીના સેવક પરિવાર દ્વારા માતાજી ને ચાંદી નું છત્તર ચડાવવામાં આવ્યો હતો તો ઉત્સવદરમિયાન દાન પેટીમાં પણ માતાજીના ભક્તો દ્વારા યથા શક્તિ દાન અર્પણ કરવામાં આવ્યું હતું

ત્યારે કોઈ અજાણ્યા ઇસમો દ્વારા રાત્રિના સુમારે માતાજીને અર્પણ કરાયેલા છત્તરની તેમજ દાન પેટીમાં આવેલા રોકડ રકમની ચોરી કરી ફરાર થયો હોય જે બાબતની વહેલી સવારે મંદિરે પૂજા માટે આવેલા ભક્તોને જાણ થતાં તેઓએ આ બાબતે મંદિરના અન્ય ભક્તોને જાણ કરતા તેઓએ મંદિર પરિસર ખાતે આવી અજાણ્યા ચોર ઇસમો સામે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી હોય જે ફરિયાદ આધારે પોલીસ તપાસ ચલાવી રહી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

કાળકા મંદિર રોડ પર નવનિર્મિત એવા પીપળા વાળી ચુડેલ માતાના મંદિર પરિસર માં પ્રતિષ્ઠા ના ટૂંક સમય બાદ થયેલી ચોરીના બનાવને લઈ ભક્તજનોની આસ્થાને ઠેસ પહોંચી હોય પોલીસ તંત્ર દ્વારા આ ચોરીનો ભેદ ઉકેલી આ વિસ્તારમાં રાત્રી પેટ્રોલિંગ સધન બનાવાય તેવી માંગ ચુડેલ માતાના ભક્તોમાં ઊઠવા પામી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના ખારીવાવડી સનાતન આશ્રમ ના સંત પ. પૂ. નટવર લાલજી મહારાજ મોક્ષ ધામ પામ્યા…

બ્રાહ્મણ કૂળના મહારાજને અગ્નિદાહ ની જગ્યાએ તેઓની ઈચ્છા અનુસાર...

કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના નાણામંત્રી ડૉ. ભાગવત કરાડની અધ્યક્ષતામાં ખેડૂત સંમેલન યોજાયું..

કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના નાણામંત્રી ડૉ. ભાગવત કરાડની અધ્યક્ષતામાં ખેડૂત સંમેલન યોજાયું.. ~ #369News

NGES કેમ્પસ પાટણ દ્વારા ખેલશે NGES જીતશે NGES અંતગૅત ઇન્ટર સ્કૂલસ રમતોત્સવનો પ્રારંભ કરાયો..

ટેનિસ ક્રિકેટ ટુનૉમેન્ટમા પીપીજી એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલની ટીમ ચેમ્પિયન બની..પાટણ...