પાટણ તા. 30
પાટણ સીટી ‘એ’ ડીવીઝન પોલીસ ટીમે રાજસ્થાનના વિછીવાડા પોલીસ સ્ટેશન ના વિવિધ ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા 7 વષૅથી નાસતા ફરતા આરોપી ને પાટણ માથી દબોચી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ પોલીસ પોલીસ વડા ડો.રવિન્દ્ર પટેલ નાઓએ અધિક પોલીસ મહાનિર્દેશક CID ક્રાઇમ અને રેલ્વેઝ ગુ રા ગાંધીનગરનાઓના ક્રમાક સી.આઇ.સેલ/823/2023 ના પત્ર આધારે અગામી સમયમા રાજસ્થાન રાજ્યમા વિધાનસભા ચુંટણી યોજાનાર હોય રાજસ્થાન રાજ્યના જુદા જુદા પોલીસ સ્ટેશનના ગુનાઓમા વોન્ટેડ આરોપીઓની પકડી પાડવા યાદી મોકલી આપી તા.28 ઓગસ્ટ થી તા.28 સપ્ટેમ્બર દરમ્યાન ડ્રાઇવનુ આયોજન કરી રાજસ્થાન રાજ્યના વોન્ટેડ આરોપીઓ પકડવા સુચન કરતા ના.પો.અધિ કે.કે.પંડ્યા સિધ્ધપુર વિભાગ નાઓના માર્ગદર્શન આધારે પાટણ એ ડિવિઝન પીઆઈ આર.એમ પરમાર નાઓએ રાજસ્થાન રાજ્યના વોન્ટેડ આરોપીઓની યાદી મેળવી યાદીમા રહેલ આરોપીઓની માહિતિ મેળવી તેને પકડી પાડવા પો.સ્ટે વિસ્તારમા પોલીસ સ્ટાફના માણસો સાથે ચક્રોગતિમાન કરી સધન પેટ્રોલીંગ હાથ ધરતાખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જીલ્લાના વીંછીવાડા પો.સ્ટેના વિવિધ ગુનાઓ મા સંડોવાયેલ આરોપી અને છેલ્લા 7 વષૅથી નાસતો ફરતો બેલીમ ઉર્ફે અબ્બાસ ખાન મૂળ રહે.સિધ્ધપુર રસુલ તળાવ, હાલ પાટણ ગંજીપીર ચોક ખાતે હાજર હોવાની બાતમી મળતા પાટણ એ ડિવિઝન પોલીસ ટીમે ધટના સ્થળે પહોંચી રાજસ્થાન રાજ્યના ગુનામા છેલ્લા 7 વર્ષથી નાસતા ફરતા ઉપરોક્ત આરોપીને દબોચી લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું પોલીસ સુત્રો એ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી