google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

સંખારી ગામની પાણી ની સમસ્યાને દુર કરવા તાલુકા વિકાસ અધિકારી એ રૂબરૂ મુલાકાત કરી..

Date:

પાટણ તા. 24
પાટણ તાલુકાના સંખારી ખાતે આવેલ પ્રજાપતિ સમાજના પીપળવાસમાં પીવાના પાણીની સમસ્યા ને લઈને મહિલાઓ દ્વારા સંખારી ગ્રામ પંચાયતના તલાટી ને રજૂઆત કરવામાં આવી હતી. જે રજુઆત ને તલાટી હિરલબેન ગોસ્વામી દ્વારા ગંભીરતાથી લઈને તેના આયોજનની ગ્રાન્ટ માંથી નવીન પાઈપ લાઈન નાખવા માટેની દરખાસ્ત કરી દેવામાં આવી હતી.

તો આ સમગ્ર મામલે ગામના યુવાન આગેવાન ગોવિંદ ભાઈ પ્રજાપતિને જાણ થતા તેઓએ આ બાબતે તાલુકા વિકાસ અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેને લઇને સોમવારે તાલુકા વિકાસ અધિકારી કેતનભાઇ પ્રજાપતિએ સંખારી ગામ ના પીપળ વાસ ની રૂબરૂ મુલાકાત લઈ સ્થાનિક મહિલાઓ અને વડીલો સાથે ચર્ચા વિચારણા કરી હતી. અને પીવાના પાણીનો મુદ્દો ખૂબ જ ગંભીર હોઇ તાત્કાલિક અસરથી નવીનપાઇપ નાખવાની તાલુકા વિકાસ અધિકારી દ્વારા રહીશોને હૈયાધારણા આપવામાં આવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

ઉનાળાની શરૂઆત થતાં જ રાધનપુર તાલુકામાં પાણી ના પોકારો ઉઠયાં..

મહેમદાવાદ ગામે પાણીની પાઈપ લાઈન લિકેજ બનતાં છતાં પાણી...

પાટણ પ્રગતિ મેદાન સામે ખેત પેદાશના પ્રદર્શન તેમજ વેચાણ અર્થે આયોજન કરાયું…

પાટણ તા. ૧૧પાટણ શહેરના પ્રગતિ મેદાન સામે ગુંગડી તળાવ...

વાગડોદ મુકામે નિ:શુલ્ક સવૅ રોગ નિદાન કેમ્પ અને આયુષ્ય માન કાડૅ માટે મેધા કેમ્પ યોજાયો..

વાગડોદ મુકામે નિ:શુલ્ક સવૅ રોગ નિદાન કેમ્પ અને આયુષ્ય માન કાડૅ માટે મેધા કેમ્પ યોજાયો.. ~ #369News