પાટણ તા. ૧૧
પાટણ શહેરના પ્રગતિ મેદાન સામે ગુંગડી તળાવ પાસે આત્મા યોજના તેમજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે પાટણ જિલ્લાના ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની પ્રાકૃતિક ખેત પેદાશ ના પ્રદર્શન તેમજ વેચાણ અર્થે આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પાટણ જિલ્લાના જુદા જુદા તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા કુલ 26 ખેડૂતોએ પોતાની પ્રોડક્ટ જેવી કે ગૌમુત્ર અને ગોબર દ્વારા તૈયાર થયેલ વિવિધ પ્રોડક્ટ જેવી કે ગૌમુત્ર અર્ક, સાબુ, શેમ્પૂ, હેર ઓઇલ, નશ્ય તેલ, મધ, આમળા, દેશી ગાયનું ઘી વિવિધ શાકભાજી, બાગાયતી ફળ, મરી-મસાલા, કઠોળ, અનાજ, સરગવો વગેરે વેચાણ કરવા માં આવ્યુ હતું.
આ વેચાણ સ્ટોલમાં પાટણ શહેરની પ્રજા દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો. જેમાં અંદાજિત 500 જેટલા વ્યક્તિઓએ આ વેચાણ સ્ટોલનો લાભ લીધો અને જેમાં એક દિવસમાં અંદાજિત કુલ રૂપિયા 95000/- જેટલું વેચાણ થયું હતું. ખેડૂતોએ પણ પોતાની પ્રાકૃતિક પ્રોડક્ટ વેચાણ માટે સારું માર્કેટ મળી રહેવાથી ખૂબ જ હર્ષની લાગણી વ્યક્ત કરી અને દર રવિવારે આ રીતે વેચાણ માટે માર્કેટની વ્યવસ્થા કરવા સૂચન કરવામાં આવ્યુ હતું. આ સમગ્ર આયોજન આત્મા પ્રોજકટની કચેરી-પાટણ તેમજ આત્માના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી