પાટીદાર સમાજના ઉદ્યોગકારો અને બિઝનેસમેનોને પ્લેટફોર્મ પૂરું પાડવા નો સુતત્ય પ્રયાસ સરાહની બન્યો.
પાટણ તા. 24
મિશન 2026 અંતગર્ત સરદારધામ ઉત્તર ઝોન સંચાલિત ગ્લોબલ પાટીદાર બીઝનેસ ઓર્ગેનાઈઝેશન GBPO (Global Patidar Business Organisation) દ્વારા આયોજીત જીપીબીઓ મેગા એક્સ્પો ૨૦૨૩ તા. ૯ જુન થી ૧૧ જુન ૨૦૨૩ સુધી મહેસાણામાં કરાયેલા આયોજન ના ભાગ રૂપે રવિવારે પાટણ ના ઉત્સવ પાર્ટી પ્લોટ ખાતે GBPO મહેસાણા દ્વારા પ્રમોશનલ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
સરદારધામ ઉત્તર ઝોન આયોજિત જીપીબીઓ મેગા એક્સ્પો ૨૦૨૩ ના પ્રમોશનલ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે સ્ક્વેર ગ્રુપ અમદાવાદ ના માલિક અને ભવન દાતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેમજ સ્થાપક ટ્રસ્ટી શ્રી.વી.વી.પટેલ, કાર્યક્રમ નાં ઉદધાટક માં ગુજરાત મલ્ટી ગેસ મહેસાણા ના માલિક અને સરદારધામ ના સ્થાપક ટ્રસ્ટી દશરથભાઇ. વી.પટેલ, એપોલો ગ્રુપ મહેસાણાના અને સરદારધામ ના સ્થાપક ટ્રસ્ટી આનંદભાઈ.એ. પટેલ, ગાંધીનગર મહાનગર પાલિકા ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સરદાર ધામ ના દાંતા જશવંતભાઈ પટેલ, પાટણના જાણીતા ગાયનેક ડૉ.મોહનભાઈ પટેલ કાર્યક્રમ નાં મુખ્ય મહેમાનો નેહલભાઈ પટેલ માલિક એસ.પી.કાર, સુરેશભાઈ પટેલ ચેરમેન પાટણ નાગરિક બેંક, શ્રીમતી સ્મિતાબેન પટેલ, મોહનભાઈ પટેલ, મહેન્દ્ર ભાઈ પટેલ વકીલ, મનોજભાઈ પટેલ, સંદિપ પટેલ, સંજય ભાઈ પટેલ, બિલ્ડર દિલીપભાઈ પટેલ, હર્ષદ ભાઈ પટેલ,પ્રહલાદ ભાઈ પટેલ,બિલ્ડર આશિષ પટેલ, ડૉ.અંબાલાલ પટેલ, ડો.બાબુ ભાઈ પટેલ, ભરતભાઈ પટેલ તેમજ વરિષ્ઠ સમાજિક આગેવાનો, મોટી સંખ્યામાં ઉદ્યોગ કારો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ નું GPBO મહેસાણા ના પ્રવીણભાઈ પટેલ વાલમ અને પ્રદીપ ભાઈ પટેલ ની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેનો આર્થિક સહયોગ મળ્યો એવાં દિયાના કન્સ્ટ્રકશન ના રાકેશભાઈ પટેલ અને કૃષ્ણમ્ ગ્રુપ ના ડો.રોહિત ભાઈ પટેલ અને એમની ટીમ ને મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમ ની શરૂઆત કાર્યક્રમ નાં ઈનચાર્જ જયેશભાઈ પટેલ દ્વારા ઉષ્મા ભર્યું સ્વાગત પ્રવચન કરી સૌ ઉપસ્થિત મહાનુભાવો ને આવકાર્યા હતા.
ઉપસ્થિત સૌ મહેમાનો નું સરદાર પટેલ ની પ્રતિમા અને ખેશ આપીને સન્માન કરવામાં આવ્યુ હતુ. GPBO મહેસાણા વીંગ ના યુવાનો દ્વારા GPBO શું કાર્ય કરે છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.ઉત્તર ગુજરાત ઝોન આયોજિત જીપીબીઓ મેગા એક્સ્પો ૨૦૨૩ ના ઇવેન્ટ પાર્ટનર PAL.EVENT ના પ્રતિનિધિ દ્વારા સ્ટોલ તેમજ એક્સ્પો ની વ્યવસ્થા અંગે ડીજીટલ પધ્ધતિ થી માહિતગાર કર્યા હતા..ઉપસ્થિત મહાનુભાવો માં વી.વી.પટેલ, દશરથભાઇ પટેલ અને જશવંતભાઈ પટેલ દ્વારા સરદારધામ ના કાર્યો અને લક્ષ અંગે સૌને માહિતગાર કર્યા હતા.
પાટણ જિલ્લાના નાનાં થી માંડી મોટા બિઝનેસમેન પાટીદાર મિત્રો ને જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.સમાજના ઉધોગકાર પાટીદાર મિત્રો ને જરૂરી માર્ગદર્શન અને મોટીવેશન આપવા માટે સરદારધામ ના સૌ શ્રેષ્ઠીઓ કટીબધ્ધ હોવાનું જણાવ્યું હતું.મોટીવેશનલ સ્પીકર દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આપવામાં આવ્યું હતું.કાર્યક્રમ નું સુંદર સંચાલન સરદારધામ ના ડો.જાગૃતિ બેન પટેલ અને આજના કાર્યક્રમ નાં સહ ઈન ચાર્જ ઉત્કર્ષ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.