તારીખ 7 મેના રોજ સમગ્ર ગુજરાતમાં તલાટીની પરીક્ષા લેવાનારી છે. ત્યારે તલીટી ની પરીક્ષા માટે આજે બપોરે 1 વાગ્યાથી કોલલેટર ડાઉનલોડ કરી શકાશે. આગામી પરીક્ષાને લઈે સમગ્ર તૈયારીઓ તંત્ર તરફથી કરી દેવામાં આવી છે.
તારીખ 7 મેના રોજ સમગ્ર ગુજરાતમાં તલાટીની પરીક્ષા લેવાનારી છે. ત્યારે તલીટી ની પરીક્ષા માટે આજે બપોરે 1 વાગ્યાથી કોલલેટર ડાઉનલોડ કરી શકાશે. આગામી પરીક્ષાને લઈે સમગ્ર તૈયારીઓ તંત્ર તરફથી કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓ પણ આ વખતે પરીક્ષાની અંદર કોઈ ગેરરિતી ના થાય તે માટે પરીક્ષા સમી પાર પડે તેવી આશા સાથે પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચશે તો કેટલાક વિદ્યાર્થીઓએ સહમતી પત્રો જ ભર્યા નથી. વારંવાર થતી પરીક્ષાની ગેરરીતીથી આ એક રોષ પણ વિદ્યાર્થીઓમાં જરૂરથી છે.
8.65 લાખ આપશે પરીક્ષા
તલાટીની પરીક્ષાની અંદર ઉમેદવારો દ્વારા સંમતિ પત્ર ભરાવવામાં આવ્યા છે ત્યારે . 17 લાખ ઉમેદવારોમાંથી આ વખતે પરીક્ષામાં 8 લાખ 65 હજાર ઉમેદવારે સંમતિ પત્ર ભર્યા છે. કલાર્કની પરીક્ષામાં ૯,૫૩,૭૨૩ ઉમેદવારો પૈકી ૩,૯૧,૭૩૬ ઉમેદવારોએ પરીક્ષા માં હાજરી આપી હતી ત્યાર બાદ આ નિર્ણય લેવાયો હતો. કેમ કે, અગાઉ તલાટી ની પરીક્ષા મોટી સંખ્યામાં ઉમેદવારો વધુ હતા અને કેન્દ્રો પણ ઓછા મળ્યા હતા જેથી તારીખ લંબાવીને 7 મે કરાઈ હતી. ત્યારે ઉમેદવારોએ ઓછી સંખ્યામાં તૈયારી દર્શાવી છે.
કેન્દ્રો ઓછા પડતા પાછી ઠેલાઈ હતી પરીક્ષા
તલાટીની પરીક્ષા 30 એપ્રિલના રોજ યોજવા માં માટે બોર્ડે તૈયારી શરુ કરી હતી પરંતુ કેન્દ્રો ઓછા પડ્યા હતા. અગાઉ આ પરીક્ષા વહેલા લેવાની હતી પરંતુ 17 લાખ પરીક્ષામાં ઉમેદવારો સામે 14 લાખ ઉમેદવારો માટે જ કેન્દ્ર મળ્યા હતા. કોલેજમાં ઓછા વર્ગ ખંડ ફાળવ્યા હતા. ત્યારે હવે તંત્રની મોટી તૈયારી છે ત્યારે ઓછી સંખ્યામાં સંમતી પત્રો ભરાયા છે.