મહિલા દર્દી સ્વસ્થ બનતા ધારપુર હોસ્પિટલમાં તદ્દન વિનામૂલ્યે સારવાર કરવા બદલ સરકાર અને હોસ્પિટલ સ્ટાફનો આભાર કર્યો..
પાટણ તા. 27
પાટણ ધારપુર હોસ્પિટલ
માં પાટણ નજીકના ગામ ની એક મહિલા દર્દીને ચહેરા પર સોજા અને અસહ્ય દુ:ખાવો હોવાથી, પાટણના તબીબે વધુ સારવાર અર્થે ધારપૂર હોસ્પિટલ ખાતે રીફર કર્યાં ત્યાં સારવાર દરમ્યાન ફંગસ તથા અન્ય રોગયુક્ત ભાગો દૂર કર્યાં અને લેબોરેટરીમાં નિદાન માટે મોકલ્યાં હતા.જે રિપોર્ટમાં મ્યુકોર માયકોસિસ જ પૃષ્ટી થતાં ધારપુર હોસ્પિટલમાં મહિલાને સારવાર આપવામાં આવી હતી.
આ બાબતે ધારપુર હોસ્પિટલ ના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો પારુલ શર્માએ જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં
મ્યુકોર માયકોસિસ નામનો ગંભીર રોગ હજી ગયો નથી પરંતુ સાવ અલગ પ્રકારે દેખા દઈ રહ્યો છે . ગત સોમવારે પાટણની નજીકના ગામના ,આધેડ ઉંમરના એક ગરીબ સ્ત્રી દર્દીને ચહેરા પર સોજા અને અસહ્ય દુ:ખાવો હોવા થી, પાટણના નામાંકિત તબીબે વધુ સારવાર અર્થે ધારપૂર હોસ્પિટલ ખાતે રીફર કર્યાં હતા જ્યાં ઈ.એન.ટી.
વિભાગે દર્દીની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક દાખલ કરી સઘન સારવાર ચાલુ કરી હતી.
આ રોગ મટાડવા માટે ખાસ જરૂરી એવા એમ્ફોટરસીનના ઈન્જેક્શન પણ શરુ કર્યાં હતા.ડાયાબિટીસની તકલીફ કાબૂમાં કરી ઓપરેશનની પૂર્વ તૈયારી કરવા મેડીસીન વિભાગ, લેબોરેટરી ,સીટી સ્કેન તથા એનેસ્થે સિયા વિભાગના કાબેલ ડોક્ટર્સને રીફર કરી, બિલકુલ સમય ન વેડફતાં બીજા જ દિવસે ડીન તથા ઈ . એન. ટી.વિભાગના વડા ડો.હાર્દિક શાહ તથા તેમની ટીમે એન્ડોસ્કોપની મદદથી ઓપરેશન કરી ફંગસ તથા અન્ય રોગયુક્ત ભાગો દૂર કર્યાં અને લેબોરેટરીમાં નિદાન માટે મોકલ્યાં હતા.જેના રિપોર્ટમાં મ્યુકોર માયકોસિસ જ હોવાની ખાતરી થઈ હતી.
પરંતુ આ રોગ એટલો ઘાતક છે કે એક્સપર્ટ ટીમ દ્વારા આટલી તાત્કાલિક અને સઘન સારવાર પછી પણ રોગ આગળ વધીને પેઢા અને તાળવા સુધી ફેલાયો હતો તેના ઉપાય માટે મેક્સિલોફેસિઅલ સર્જન ડો .જિગરભાઈની સાથે મળીને રોગથી સંક્રમિત તાળવાને દૂર કર્યું હતું .મહિલા ને સારવાર કરાઈ હતી હાલ માં મહિલા દર્દીની તબિયત સારી હોવાનું તેઓએ જણાવ્યું હતું.
આમ પાટણ ની ધારપુર હોસ્પિટલમાં અમદાવાદ જેવાં શહેરોની મોટી હોસ્પિટલ જેવી સારવાર તદ્દન વિનામૂલ્યે કરવામાં આવી હતી.જેમાં ઈ.એન.ટી.વિભાગ તમામ સંલગ્ન વિભાગોનો, નર્સિંગ સ્ટાફનો તથા સરકારનો સહકાર બદલ સ્વસ્થ થયેલ મહિલાએ અને તેના પરિવાર દ્વારા ધારપુર હોસ્પિટલ પરિવાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.