fbpx

શ્રીમદ ભગવદ ગીતાના જ્ઞાનનો અભ્યાસક્રમ માં સમાવેશ ના વિરોધ ને વખોડતુ સામાજિક સમરસતા મંચ…

Date:

પાટણ તા.૯
પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો અને રાષ્ટ્રવિરોધી સંગઠનો પોતાના અંગત હિત સ્વાર્થ અને રાજકીય તુષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે.ત્યારે આ વિરોધને સખત શબ્દોમાં વખોડી કાઢી સામાજિક સમરસતા મંચ પાટણ દ્વારા મંગળવારે વિશાળ રેલી યોજી જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરી પાઠ્યપુસ્તકમાં ભગવદ ગીતાના અભ્યાસક્રમને યથાવત રાખવાની માંગ કરવામાં આવી હતી.

સામાજિક સમરસતા મંચ પાટણ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભગવદ્ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઇ પણ ધર્મ-જાતિ-પંથ કે મત- સંપ્રદાયનો ઉલ્લેખ કરી અને કહેવામાં આવ્યા નથી. ભગવદ્ ગીતામાં જ્ઞાન-ભક્તિ અને કર્મયોગના નિતિગત સિદ્ધાંતો અને મૂલ્યો સમજાવ્યા છે. જે શાંતી-સલામતિ અને દેશ નિષ્ઠાથી જીવન વ્યતિત કરવા માંગતા મનુષ્ય માત્ર
ને સમાનરૂપે લાગુ પડે છે.

આ જ્ઞાન સહુ કોઈના જીવન વિકાસ માટે મહત્ત્વનું છે. અદાલતોમાં આજે પણ શ્રીમદ ભગવદ્ ગીતાના નામે શપથ લેવાય છે.એ સત્ય- નિષ્ઠા-ન્યાય અને પ્રામાણિકતાનું પ્રતિક છે.જે વિશ્વ ના પ્રત્યેક મનુષ્યને સમાન રીતે લાગુ પડે છે.

ભારતીય બંધારણના ઘડવૈયા ડો.આંબેડકરે પોતાના સામાયિકોમાં ભગવદ ગીતાના શ્લોકોનો આધાર લઇ સત્ય સ્થાપના,સત્યાગ્રહ, અસમાનતા અને અસ્પૃશ્યતાનો છેદ ઉડાડવામાં આવ્યો છે. જીવન જીવવાના મૂલ્યો નિર્દેશ કરતી ગીતા એ ધાર્મિક ગ્રંથની સાપેક્ષ આદર્શ માર્ગદર્શક સિદ્ધાંતો છે.

વિશ્વના ઘણા દેશોની શાળાઓ, મહાશાળાઓ, યુનિવર્સિટીઓમાં શ્રીમદ ભગવદ ગીતાનો અભ્યાસ અનિવાર્ય થઈ રહ્યો છે. આઇન્સ્ટાઈન અને ડો. અબ્દુલ કલામ જેવા મહાન વૈજ્ઞાનિકો અને વિશ્વના રાજનીતિજ્ઞો પણ જેનામાંથી બોધ પાઠ લઈને રાષ્ટ્રની નીતિ નિર્ધારિત કરે છે.

જે યુદ્ધમાં પણ બુદ્ધને પ્રસ્તુત કરે છે તેવા વૈશ્વિક વિચાર ગ્રંથ શ્રીમદ ભગવદ ગીતાનો ભારતમાં જ વિરોધ તે દુ:ખનો વિષય તો છે જ પણ આવું કરનાર તત્વો માટે હાસ્યાસ્પદ પણ છે જે કોઈના દોરવાયા અને ગીતાજીને સમજ્યા વિના તેનો વિરોધ કરી રહ્યા છે.

શ્રીમદ ભગવદ ગીતામાં દર્શાવેલ સદગુણોનું વિદ્યાર્થીઓના પ્રારંભિક જીવન માં સંવર્ધન થાય તે ભવિષ્યના પ્રબુદ્ધ અને શક્તિશાળી ભારત માટે અનિવાર્ય છે. વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ સમાવિષ્ઠ કરવા માટે રાજ્ય સરકારને અભિનંદન. શ્રીમદ ભગવદ્ ગીતાના જીવન મૂલ્યો ના પાઠ કોઈપણ ભેદભાવ વિના ભણાવવા માં આવે છે. તેને કોઈપણ જાતના વિરોધથી વિચલિત થયા વિના ચાલુ રાખવા જોઈએ એવો સામાજિક સમરસતા મંચ પાટણ દ્ધારા આવેદનપત્ર મા અનુરોધ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

મંગળવારે આયોજીત આ કાર્યક્રમમાં પાટણ સામાજિક સમરસતા મંચ હેઠળ પાટણની અનેક વિધ સામાજિક સંસ્થાઓ, ધાર્મિક, આધ્યાત્મિક, સામાજિક સંગઠનો જેવા કે આર્ટ ઓફ લિવિંગ, ઇસ્કોન, સ્વામિનારાયણ સંસ્થાનો,ગાયત્રી પરિવાર, સ્વાધ્યાય પરિવાર, બ્રહ્માકુમારી,આશરો સંસ્થા, આનંદેશ્વર મહાદેવ પરિવાર,પ્રયાસ ફાઉન્ડેશન, જાયન્ટ્સ , વેપારી મહામંડળ,૧૭ સોસાયટી સંગઠન, રાજપૂત યુવા સંઘ એક્ટિવ ગ્રૂપ, ફતેહસિંહ
રાવ લાઈબ્રેરી,રોટરી, રોટરેક્ટ,લાયન્સ,લીયો, ક્રિશ્ના ગ્રૂપ,જેમ્સ ફાઉન્ડેશન, ઉન્નતિ, સંકલ્પ, સ્વામિ વિવેકાનંદ યુવક બોર્ડ, વિશ્વ હિન્દુ પરિષદ, વિધ્યાર્થી પરિષદ, ભારત વિકાસ પરિષદ, ગ્રાહક પંચાયત, કિસાન સંઘ, મજદૂર સંઘ, સીમા જાગરણ મંચ, સેવિકા સમિતિ, દુર્ગા વાહિની, સક્ષમ, અધિવક્તા પરિષદના કાર્યકર્તાઓ ઉપરાંત મોટી સંખ્યામાં અનુસુચિત જાતિ અને જનજાતિના બંધુઓ પણ જોડાયા હતા અને એક સ્વરે શ્રીમદ ભગવદ ગીતા
ના સમર્થનમાં આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.

આ સાથે જ આ માત્ર પ્રતિકાત્મક આવેદનપત્ર નહીં પણ જન આંદોલન બનશે તે માટે આગામી સમય માં આ સંદર્ભે ઘણા આવેદનો પણ આવનારા સમય માં ભગવત ગીતાના સમર્થનમાં આપવામાં આવશે અને રાષ્ટ્ર વિરોધીતત્વોને રાષ્ટ્રપ્રેમી સમાજ દ્વારા આ પ્રત્યુત્તર રહેશે તેવો હુકાર કરવામાં આવ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર એપીએમસી ની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર..

રાધનપુર એપીએમસી ની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર.. ~ #369News