માઉન્ટ આબુના પરમ પૂજ્ય રતન મોહિની દીદી, મહેસાણાના સરલાદીદી સહિતના ઓએ દિવ્ય દશૅન ભવનના શુભારંભ ની શુભેચ્છાઓ પાઠવી.
પાટણ તા. 30
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય પાટણ ના પાટણ ઊંઝા હાઇવે માર્ગ પર આવેલા નવીન ભવન દિવ્ય દશૅન નો ઉદ્દઘાટન સમારોહ રવિવારના પવિત્ર દિવસે માઉન્ટ આબુના પરમ પૂજ્ય રતન મોહિની દીદીજી ની પાવન ઉપસ્થિતિ વચ્ચે તેમજ મહેસાણાના બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વ વિદ્યાલય ના પરમ પૂજ્ય સરલા દીદીના સાનિધ્ય સાથે યોજાયો હતો.
આ દિવ્ય દર્શન ના ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે આશીર્વાદ પાઠવતા માઉન્ટ આબુના 99 વર્ષીય પરમ પૂજ્ય રતન મોહિની દીદી એ શિવ પરમાત્માની આરાધના સાથે જન જન સુધી શિવ સંદેશને પહોંચાડી બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલયના કાર્યને સાચા અર્થમાં ચરીતાર્થ કરનાર પાટણ બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વ વિદ્યાલયના મુખ્ય સંચાલિકા પરમ પૂજ્ય નિલમ દીદી સહિતના તમામ બ્રહ્મા કુમારી બહેનો ભાઈઓ અને પાટણ વાસી ઓને રૂડા આશીર્વાદ પાઠવી શિવ કાર્યમાં સહભાગી બનવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહેસાણા બ્રહ્મા કુમારી ઈશ્વરી વિશ્વ વિદ્યાલયના પરમ પૂજ્ય સરલાદીદી એ પણ પાટણમાં કાર્યરત બ્રહ્મા કુમારી સેન્ટર ની સ્થાપના કાળથી અત્યાર સુધી ની સફર નું વણૅન કરી દિવ્ય દશૅન ભવનના શુભારંભ ની શુભેચ્છાઓ પાઠવી હતી.
પાટણ ઊંઝા હાઇવે માર્ગ પર પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરી વિશ્વ વિદ્યાલય પાટણના દિવ્ય દર્શન ભવનના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત સર્વે નું પાટણ સેન્ટરના મુખ્ય સંચાલિકા પરમ પૂજ્ય નિલમ દીદી એ સ્વાગત સન્માન કરી વિવિધ ભેટ સોગાદો સાથે આવકાયૉ હતા.
દિવ્ય દર્શન ના પ્રારંભ પ્રસંગે માઉન્ટ આબુના રતન મોહિની દીદી, મહેસાણા ના સરલા દીદી,નીલાદીદી, મોહન ભાઈ પટેલ, ડોક્ટર કાંતિભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં બ્રહ્મા કુમારી ભાઈઓ બહેનો સાથે પાટણના બ્રહ્મા કુમારી સાથે સંકળાયેલા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા પાટણ બ્રહ્મા કુમારી સેન્ટરના નીતા દીદી, નિધી દીદી, હેતલ દીદી્, મિતલ દીદી સહિત બ્રહ્મા કુમારી ભાઈ બહેનો એ જહેમત ઉઠાવી હતી.