fbpx

હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે દેવાધિદેવ શ્રી મહાદેવજી ની પ્રતિમાનું ડો.લંકેશ બાપુના વરદ હસ્તે અનાવરણ કરાયુ…

Date:

બબાભાઈ હરગોવનદાસ ઝવેરી પરિવાર મુખ્ય યજમાન નો લાભ લઇ ધન્યતા અનુભવી..

પાટણ તા. 30
પાટણ ખાતે ભારતીય સંસ્કૃતિ કેન્દ્ર સંચાલિત અધારા દરવાજા બહાર આવેલ હિન્દુ સ્મશાન ભૂમિના પરિસરમાં દેવાધિદેવ શ્રીમહાદેવજીની પ્રતિમાનું રવિવારે ઇન્ટરનેશનલ શિવકથાકાર પરમ પૂજ્ય ડોક્ટર લંકેશ બાપુના વરદ હસ્તે ભક્તિમય વાતાવરણ વચ્ચે અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ ભાવભર્યા પ્રસંગે મંદિર નિર્માણ ના મુખ્ય દાતા બબાભાઈ હરગોવિંદદાસ ઝવેરી પરિવારે લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.આ અનાવરણ પ્રસંગે ઉપસ્થિત રહેલા ઈન્ટરનેશનલ શિવ કથાકાર પ.પૂ.ડો.લંકેશ બાપુએ દાતા પરિવાર સહિત ભારતીય સંસ્કૃતિ કેન્દ્ર સંચાલિત હિન્દુ સ્મશાન ભૂમિના સંચાલક મંડળ ને આવા સુંદર શિવ મંદિર ના નિમૉણ બદલ સરાહી પોતા ના રૂડા આશીર્વાદ પાઠવી.

આ અનાવરણ પ્રસંગમાં સહભાગી બનવાનો લાભ પ્રાપ્ત થયો છે તે બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે ભારતીય સંસ્કૃતિ કેન્દ્ર ના પ્રમુખ યતીનભાઈ ગાધી, સહિત ના સભ્યો સાથે દશૅક ત્રિવેદી દ્વારા ડો. લંકેશ બાપુ નું સ્વાગત સન્માન કરી આવકાયૉ હતા.

પાટણના વિદ્વાન ભૂદેવો ના મંત્રોચ્ચાર વચ્ચે ડો. લંકેશ બાપુના વરદ હસ્તે હિંદુ સ્મશાન ભૂમિ ખાતે નિમૉણ કરાયેલા શ્રી મહાદેવજી ના મંદિર પરિસર ખાતે શ્રી મહાદેવજી ની પ્રતિમા નું અનાવરણ ભક્તિ સભર માહોલમાં કરી વાતાવરણ ને ભકિત ના રંગે રંગાયુ હતું.આ પ્રસંગને દિપાવવા દાતાઓ,શુભેચ્છકો, સહીયોગીઓ અને ધર્મ પ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

હેમ. ઉ. ગુ. યુનિવર્સિટીના નવ નિયુકત કુલપતિ ને આવકારતા પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના આગેવાનો..

સમાજના આગેવાનોએ સાલ અને બુકે દ્વારા કુલપતિનું અભિવાદન કર્યું.. પાટણ...

પાટણ શહેર અને જીલ્લામાં દાખલ થયેલ મોબાઇલ ચોરીના 5 ગુન્હા ડીટેકટ કરી 33 મોબાઇલ શોધી કાઠતી પાટણ LCB અને સાઇબર ક્રાઈમ સેલ ટીમ.

પાટણ શહેર અને જીલ્લામાં દાખલ થયેલ મોબાઇલ ચોરીના 5 ગુન્હા ડીટેકટ કરી 33 મોબાઇલ શોધી કાઠતી પાટણ LCB અને સાઇબર ક્રાઈમ સેલ ટીમ. ~ #369News