સ્વ.કાલિન્દીબેન લક્ષ્મી પ્રસાદ જાનીના સ્મરણાર્થે પરિવારજનો દ્વારા પાણીની પરબનું નિર્માણ કરાયું..
પાટણ તા. 30
ઐતિહાસિક અને ધર્મની નગરી પાટણ શહેરના આંગણે હાલમાં ઇન્ટર નેશનલ શિવ કથાકાર ડોક્ટર લંકેશ બાપુ ના શું મધુર કંઠે શિવ કથા ચાલી રહી છે. સાથે સાથે ડો. લંકેશ બાપુ ના સાનિધ્યમાં શહેરમાં વિવિધ સેવા પ્રોજેક્ટો ના લોકાપર્ણ પણ કરવામાં આવી રહ્યા છે.
રવિવારના શુભ દિને પાટણ શહેરના સરસ્વતી નદીના તટે તરુવન ખાતે શ્રી આનંદેશ્વર મહાદેવના સાનિધ્યમાં પરમ પૂજ્ય ડોક્ટર લંકેશ બાપુના વરદ હસ્તે સ્વર્ગસ્થ કાલિન્દી બેન લક્ષ્મીપ્રસાદ જાનીના સ્મરણાથૅ શ્રી લક્ષ્મી પ્રસાદ કાંતિલાલ જાની અને રો. ડો.પરિમલ જાની પરિવાર દ્વારા નવ નિમૉણ કરાયેલ ઠંડા પાણીની પરબ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.શ્રી આનંદેશ્વર મહાદેવના સાનિધ્યમાં લોકા ર્પણ કરાયેલ ઠંડા પાણીની પરબના આ પ્રસંગે ઉપસ્થિત રહેલા શિવકથાકાર ડોક્ટર લંકેશ બાપુએ સ્વર્ગસ્થના આત્માને શાંતિ અર્થે પરિવારજ નો દ્વારા નવ નિર્માણ કરાયેલા ઠંડા પાણીના પરબની સેવા ને સરાહનીય લેખાવી પોતાના રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.
આ પ્રસંગે લક્ષ્મીપ્રસાદ કાંતિલાલ જાની અને ડોક્ટર પરિમલ જાની પરિવાર દ્વારા ડોક્ટર લંકેશ બાપુ નું સ્વાગત સન્માન કરી આભાર ની લાગણી વ્યક્ત કરી હતી. ઠંડા પાણીની પરબના લોકાર્પણ પ્રસંગ ને દીપાવવા ડિસ્ટ્રિક્ટ ગવર્નર 3054 રો. ડો.બળવંત સિહ ચિરાના, રો.મયુર પટેલ,ડો.વિમલ ગાંધી,રો ધેમરભાઈ દેસાઈ, અશ્વિનભાઈ પટેલ (દાઢી) સહિત રોટરી પરિવાર ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.