કોઈ વિધાર્થી ને અકસ્માત થાય તો આ વિમા ની રકમ વિધાર્થીને મળવા પાત્ર બની રહેશે..
પાટણ તા.1
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવ ર્સિટી કેમ્પસમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે રૂ.4 લાખ નો ગ્રુપઅકસ્માત વિમા યુનિ લેવામાં આવ્યો હોવાનું યુનિવર્સિટી ના સુત્રો તરફથી જાણવા મળ્યું છે.પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવ ર્સીટી દવરા વિદ્યાર્થી ઓનો વીમો લેવા સવૉનુમતે નિર્ણય કરવામાં આવ્યો હતો.
જેમાં યુનિવર્સિટી કેમ્પસ ના તમામ વિભાગો માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વડાલી કેમ્પસમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે વિદ્યાર્થી દીઠ રૂ. 4,00,000 નો ગ્રુપ પર્સનલ આકસ્મિક વિમા પોલીસી યુનિવ ર્સિટી દ્વારા એક વર્ષ માટે લેવામાં આવ્યો હોવાનું યુનિવ ર્સિટી સતાધીશો એ જણાવ્યું હતું..
પાટણ ની હેેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવ ર્સિટી કેમ્પસના વિધાર્થીઓને કોઈ પણ જગ્યા એ અકસ્માત થાય તો આ પોલીસીનો ક્લેમ કરી તેનો મહતમ લાભ વિધાર્થી ઓને મળી શકે તે માટે વીમો લેવામાં આવ્યો છે. આ વિમાની જાણકારી માટે યુનિવર્સિટી દ્વારા તાત તમામ વિધાર્થીઓને જાણ કરવા અર્થે વિવિધ વિભાગોમાં જાણ કરવામાં આવી હોવાનું યુનિવર્સિટી ના કાર્યકારી રજીસ્ટાર ડો. ચિરાગ પટેલ જણાવ્યું હતું.