રાજ્ય સરકાર દ્વારા પીવાના પાણીની ફરિયાદો મેળવવા માટે ટોલ ફ્રી નંબર ૧૯૧૬ કાર્યરત છે. જે ૨૪ કલાક ચાલુ રહે છે અને ફરિયાદ મળે થી ક્ષેત્રિય કચેરી દ્વારા તાત્કાલિક ફરિયાદનો નિકાલ થાય તેની તકેદારી લેવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા પીવાના પાણીની ફરિયાદો મેળવવા માટે ટોલ ફ્રી નંબર ૧૯૧૬ કાર્યરત છે. જે ૨૪ કલાક ચાલુ રહે છે અને ફરિયાદ મળેથી ક્ષેત્રિય કચેરી દ્વારા તાત્કાલિક ફરિયાદ નો નિકાલ થાય તેની તકેદારી લેવામાં આવશે.
ગ્રામ્યસ્તરે જૂથ પાણી પુરવઠા યોજનાઓ દ્વારા અપાતા પીવાના પાણી અને હેન્ડપંપ રિપેરિંગ સહિતની ફરિયાદોના નિકાલ માટે ૧૯૧૬ ટોલ ફ્રી નંબર કાર્યરત કરાયો છે જેના પર નાગરિકોને પોતાની રજૂઆત કરી શકશે જેનો સત્વરે નિકાલ કરાશે. પાણીની સમસ્યા ને લઇને આ નંબર પર કોલ કરી ફરિયાદ કે સમસ્યા જણાવી શકાશે. આ સિવાય પાણીને લગતી અન્ય સમસ્યાઓ કે ઉનાળા ની કાળઝાળ ગરમીમાં પડે છે ત્યારે લોકો આ માટે ફરીયાદ કરી શકે છે. અગાઉ ના વર્ષે પણ આ પ્રકારે ફરીયાદો મોટાપાયે મળી હતી ત્યારે તેનો નિકાલ પણ કરવામાં આવ્યો હતો.
પાણી માટે ડેમો ભરેલા, આ છે યોજનાઓ
૨૪ કલાક પીવાના પાણીની ફરિયાદો મેળવવા માટે ટોલ ફ્રી નંબર ૧૯૧૬ કાર્યરત કરાયા ઉપરાંત રાજ્યના અગરિયાઓને દરિયા કાંઠે પાણી પુરું પાડવા માટે જરૂરિયાત જણાય તો ટેન્કર મારફતે પાણી પુરૂ પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં સરદાર સરોવર સહિત મધ્યમ અને મોટા કુલ ૨૦૭ બંધોમાં આજની સ્થિતીએ ૪,૧૪,૫૦૦ મિ.ધનફુટ એટલે કે ૫૩% જળ સંગ્રહ પણ બચ્યો છે. પીવાના પાણી માટે આરક્ષિત બંધોમાં ૨,૫૨,૦૦૦ મી. ઘનફુટ એટલે કે ૫૦.૩૨ % જથ્થો ઉપલબ્ધ : જેની સામે પીવાના પાણીની જરૂરીયાત ૪૬,૦૦૦ મી.ઘનફુટ છે.
ઉનાળામાં રાજ્યના નાગરિકોને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલા આયોજન સંદર્ભે, ઉનાળાને ધ્યાને લઇ ચાલુ વર્ષે કુલ ૧૩ જિલ્લાઓમાં ૩૨૫ નવીન ટ્યુબવેલ સારવામાં આવી છે તેમજ ૪૩૨ નવીન મીની યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે. તેમજ આગામી દિવસો માં જરૂરિયાત જણાશે તો નવીન 200 D.R. બોર તથા 3000 જેટલા D.T.H. બોર બનાવવાનું પણ આયોજન છે. રાજ્ય ના અગરિયાઓ ને દરિયા કાંઠે પાણી પુરું પાડવા માટે જરૂરિયાત જણાય તો ટેન્કર મારફતે પાણી પુરૂ પાડવાનું આયોજન કરવામાં આવ્યુ છે.