fbpx

ગુજરાત અનુસૂચિત જાતિ મોરચા યુવા જોડો અભિયાનને સાર્થક કરવા વર્ચ્યુઅલી બેઠક યોજાઈ..

Date:

ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજીને અધ્યક્ષતામાં યોજાયેલી વર્ચ્યુઅલી બેઠકમાં 41 જિલ્લાના મંડળ પ્રતિનિધિઓ જોડાયા.

અનુસૂચિત જાતિ ના શિક્ષિત યુવા યુવતીઓ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા ને અપનાવે તે માટે હાકલ કરાઈ..

પાટણ તા. 1
આગામી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે દરેક રાજકીય પાર્ટીઓ ચૂંટણીલક્ષી કામગીરીમાં જોતરાય છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાર્યકર્તાઓની બેઠક સાથે ચૂંટણીલક્ષી માર્ગદર્શન કાર્યક્રમો અને અનુસૂચિત જાતિ ના લોકો માટે યુવા જોડો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

સોમવારના રોજ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા ગુજરાત પ્રદેશની ગાંધીનગર કમલમ ખાતેથી ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મંત્રી રત્નાકરજીની ખાસ ઉપસ્થિતિ વચ્ચે વર્ચ્યુઅલી બેઠક યોજવામાં આવી હતી.

આ વર્ચ્યુઅલી બેઠકને સંબોધિત કરતા પ્રદેશ ભાજપના સંગઠન મંત્રી રત્નાકરજીએ જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અનુસૂચિત જાતિ ના શિક્ષિત યુવાનો યુવતીઓ આ યુવા જોડો અભિયાનમાં જોડાઈ અનુસૂચિત જાતિ નું સંગઠન અને અનુસૂચિત જાતિ ના લોકો રાજકીય લેવલે મજબૂત થાય સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રપ્રેમની અને રાષ્ટ્રહિતની વિચારધારાને મંત્રમુગ્ધ કરવા માટે યુવા જોડો અભિયાનમાં જોડાઈ તે માટે વર્ચ્યુઅલી બેઠકમાં જોડાયેલા તમામ કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું. સાથે સાથે તેઓએ ગુજરાતના 41 જિલ્લાઓમાં યુવા જોડો અભિયાનના વિસ્તારકોની નિમણૂક કરી મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના યુવાનો અને યુવતીઓ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ તે માટે વિસ્તારકોને પ્રયત્નશીલ બનવા પર ભાર મૂક્યો હતો.

ગાંધીનગર કમલમ ખાતેથી યોજાયેલી આ વર્ચ્યુઅલી બેઠકમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સંગઠન મંત્રી રત્નાકરજી, મોરચા પ્રભારી ઝવેરી ભાઈ ઠકરાર, અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયા, ઉપાધ્યક્ષ અનિતાબેન પરમાર, મહામંત્રી વિક્રમ ચૌહાણ, ગુજરાત ના 41 જિલ્લાના તમામ મંડળ ના હોદ્દેદારો, શોશ્યલ મિડીયા, આઈટી તેમજ મિડિયા ના હોદેદારો આ બેઠકમાં જોડાયા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

કચ્છમાં ધરતી ધ્રૂજી, સવારે 6.38 કલાકે 4.5ની તીવ્રતાનો આંચકો, લોકોમાં દોડધામ

મળતી માહિતી મુજબ, ભૂકંપની સાથે જ વિસ્ફોટનો અવાજ પણ...

ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર્સ ફેડરેશન દ્વારા સિધ્ધપુર ના શ્રેષ્ઠ શિક્ષક રૂપેશ ભાટિયા ને તામ્રપત્ર આપી સન્માનિત કરાયા..

ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર્સ ફેડરેશન દ્વારા સિધ્ધપુર ના શ્રેષ્ઠ શિક્ષક રૂપેશ ભાટિયા ને તામ્રપત્ર આપી સન્માનિત કરાયા.. ~ #369News

કચ્છ: ડ્રગ્સ હેરાફેરીના કેસમાં આજે ગુજરાત ATS ભુજ કોર્ટમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને રજૂ કરશે

કચ્છ: ડ્રગ્સ હેરાફેરીના કેસમાં આજે ગુજરાત ATS ભુજ કોર્ટમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને રજૂ કરશે ~ #369News

પાટણ યુનિવર્સિટી સંલગ્ન કોલેજની વિદ્યાર્થીનીએ ખેલો ઈન્ડિયા સ્પધૉમા સિલ્વર મેડલ મેળવી સિંગાપુર ખાતે યોજાનાર એશિયા કપમાં સિલેક્શન મેળવ્યું..

પાટણ યુનિવર્સિટી સંલગ્ન કોલેજની વિદ્યાર્થીનીએ ખેલો ઈન્ડિયા સ્પધૉમા સિલ્વર મેડલ મેળવી સિંગાપુર ખાતે યોજાનાર એશિયા કપમાં સિલેક્શન મેળવ્યું.. ~ #369News