સંવેદનશીલ સરકાર અને પાટણ વહિવટી તંત્ર નો સ્વ. ના પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો..
પાટણ તા. 4
પાટણ તાલુકાના ચડાસણા ગામે વિજળી પડવાથી રબારી ઈશ્વરભાઈ લલ્લુભાઈ તથા તેમની એક ભેંસ નુ મૃત્યુ થયેલ આ અણધારી આફત મા ગુજરાત ની સંવેદનશીલ સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે તાલુકા પંચાયત પાટણ દ્વારા વિજળી પડવાથી રૂ. 4 લાખ (ચાર લાખ) સહાય તથા પશુ મૃત્યુ ની રૂ. 30 હજાર (ત્રીસ હજાર) સહાય નો ચેક ગુરૂવારે ચડાસણા ગામે સ્વ. ઈશ્વરભાઈ લલ્લુભાઈ રબારી ના પરિવાર ને આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પુર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ રબારી, ગાંધીનગર મહાનગર ભાજપ ના પ્રભારી મોહનભાઈ પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી જલુજી ઠાકોર, પાટણ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ પટેલ, કારોબારી ચેરમેન અમિત ભાઈ પટેલ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર, ડેલીગેટ જયરામભાઈ દેસાઈ, પુર્વ જિલ્લા ડેલીગેટ ભાવેશભાઇ દેસાઈ, પુર્વ સરપંચ ચડાસણા જીતુભાઈ દેસાઈ, સંજયભાઈ મોદી, પાટણ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી ગોવિંદભાઈ દેસાઈ,તાલુકા વિકાસ અધિકારી પાટણ કે.કે પ્રજાપતિ , મદદનીશ તાલુકા વિકાસ અધિકારી લેખરાજભાઈ પરમાર,વિસ્તરણ અધિકારી રોહિતસિંહ રાજપુત, તલાટી અજય સિહ રાજપુત ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાત ની સંવેદનશીલ સરકાર દ્વારા મળેલી સહાયની રકમ બદલ સ્વ. ના પરિવાર જનોએ ગુજરાત સરકાર સહિત પાટણના વહિવટી તંત્ર નો આભાર વ્યક્ત કર્યો હતો.